Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાભપાંચમે ત્રણ સંકલ્પ લેવાની સાધુ પ્રેમવત્સલદાસજીની અપીલ:સમયનો સદુપયોગ, હકારાત્મક વિચાર અને સંબંધોમાં પ્રેમ સાથે ભગવાનને પ્રાધાન્ય આપવાથી મહાલાભ મળશે

    10 hours ago

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ લાભપાંચમે જીવનમાં મહાલાભ મેળવવા માટે ત્રણ સંકલ્પ લેવાની વાત કરી. તેમણે સમયનો સદુપયોગ, હકારાત્મક વિચારધારા અને સંબંધોમાં પ્રેમ સાથે ભગવાનને પ્રાધાન્ય આપવાનું કહ્યું. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે જીવનના ચોપડામાં શુભ અને લાભ લખવા જોઈએ. પરંતુ જીવનમાં શુભ અને લાભ મળે એવી પ્રવૃત્તિ નહીં કરીએ, ત્યાં સુધી સુખ-શાંતિ મળતી નથી. તેમણે પહેલો સંકલ્પ સમયનો સદુપયોગ કરવાનો સૂચવ્યો. નકામી વાતો અને મોબાઇલમાં સમય બગાડવાને બદલે દરરોજ થોડો સમય કસરત, યોગ અને કંઈક નવું શીખવામાં વાપરવો જોઈએ, એમ તેમણે કહ્યું. બીજા સંકલ્પમાં તેમણે હકારાત્મક વિચારધારા રાખવાની વાત કરી. મુશ્કેલીઓ આવે ત્યારે ફરિયાદ કરવાને બદલે રસ્તો શોધવો જોઈએ. હકારાત્મક અભિગમથી પડકારોમાં પણ પ્રગતિનો રસ્તો દેખાય છે, એમ તેમણે જણાવ્યું. ત્રીજા સંકલ્પમાં પરિવાર અને મિત્રોના સંબંધો સાચવવા તથા ભગવાનને જીવનમાં પ્રાધાન્ય આપવાની વાત કરી. જૂનાં મનદુઃખ ભૂલીને સામે ચાલીને પ્રેમથી ‘જય સ્વામિનારાયણ’ કહેવું જોઈએ, એમ તેમણે કહ્યું. તેમણે દરરોજ 10 મિનિટ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ અને સત્સંગ કરવાની પણ સલાહ આપી. સંબંધોમાં પ્રેમ અને જીવનમાં ભગવાનનો સત્સંગ હોય ત્યાં સાચો લાભ છે, એમ તેમણે જણાવ્યું. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે લાભપાંચમે નવા ચોપડા સાથે વિચારો અને આદતોનું પણ નવું ખાતું ખોલવું જોઈએ. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાન સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના સરદારનગરમાં મહાકાલ મંદિર:દરરોજ થાય છે ભસ્મ આરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક
    Next Article
    કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ DGPને ફરિયાદ:નિવૃત્ત કેપ્ટને FIR નોંધવાની માંગ કરી; કહ્યું- તેમની વાતોથી અશાંતિનો ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment