Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ DGPને ફરિયાદ:નિવૃત્ત કેપ્ટને FIR નોંધવાની માંગ કરી; કહ્યું- તેમની વાતોથી અશાંતિનો ખતરો

    11 hours ago

    હિમાચલના મંડીથી ભાજપના સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અંગે આપેલા નિવેદનને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. નિવૃત્ત કેપ્ટને આ મામલે હિમાચલના DGPને ફરિયાદ કરીને કંગના રનૌત વિરુદ્ધ FIRની માંગ કરી છે. નિવૃત્ત કેપ્ટનનું કહેવું છે કે કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુને લઈને વાંધાજનક અને ભ્રામક વાતો કહી હતી. એટલું જ નહીં, કંગનાએ સોનિયા ગાંધીને રહસ્યમય મહિલા પણ ગણાવી હતી. જોકે, આ મામલે આગળની કાર્યવાહી અંગે હિમાચલના DGP તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જાણો, નિવૃત્ત કેપ્ટને ફરિયાદમાં શું કહ્યું હવે જાણો, કંગનાએ પોસ્ટમાં શું-શું કહ્યું હતું… પહેલું નિવેદનઃ રાજીવ ગાંધીની હત્યાના દિવસે સોનિયા સાથે નહોતી ગઈ કંગના રનૌતે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક સોશિયલ મીડિયા પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં લખવામાં આવ્યું હતું કે જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી, તે દિવસે તેઓ સોનિયાને સાથે લઈ જવા માગતા હતા, પરંતુ તેઓ ગઈ નહોતી. ત્યારબાદ કંગનાએ લખ્યું, સોનિયા ગાંધીની બાયોગ્રાફી પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા થયેલા દિવસે તેઓ તેમની સાથે શા માટે ગઈ નહોતી. તેમણે તેનું કારણ થાક અને સુસ્તી જેવી સમસ્યાઓ ગણાવી હતી. હવે આપણને ખબર પડી ગઈ છે કે રાહુલ ગાંધીને પોતાની માતા પાસેથી જ પોતાને મુશ્કેલીમાં મૂકવાની આ કળા વારસામાં મળી છે. બીજું નિવેદનઃ કમાણી નથી, તો સોનિયા ગાંધી દુનિયાની અમીર મહિલા કેવી રીતે બની કંગનાએ આગલી પોસ્ટમાં લખ્યું, જીવનમાં એક પણ પૈસો કમાયા વિના તેઓ 1991માં દુનિયાની સૌથી અમીર મહિલા કેવી રીતે બની ગયાં? શું તેમના નામે સ્વિસ બેંકના ખાતાઓમાં 2 અબજ ડૉલરથી વધુ રકમ જમા હતી? વાહ. પરિવારના તમામ લોકોનાં અચાનક મૃત્યુ બાદ સહાનુભૂતિ મેળવનારી એક ગરીબ ઇટાલિયન વિધવા અબજોપતિ બની ગઈ? તેમની જીવનચરિત્ર આ સવાલોના જવાબ કેમ આપતી નથી? ત્રીજું નિવેદનઃ રાજીવ ગાંધી અને મેનકા ગાંધીના સંબંધો પર સવાલ કંગનાએ સોશિયલ મીડિયા પર મેનકા ગાંધીએ સિમિ ગરેવાલને આપેલો ઇન્ટરવ્યૂ ફરી પોસ્ટ કર્યો, જેમાં મેનકાએ કહ્યું હતું કે તેમને પરિવાર સાથે ભોજનના ટેબલ પર બેસવાની પણ પરવાનગી નહોતી. આ અંગે કંગનાએ લખ્યું, ‘મેનકા કહે છે કે તે અને ઇન્દિરા ગાંધી, બંને એક ત્રીજા વ્યક્તિને કારણે પીડિત હતાં. એ ત્રીજો વ્યક્તિ કોણ હતો? 22 વર્ષની ઉંમરે મેનકા વિધવા થઈ ગઈ હતી. મેનકાને પરિવારની સાથે જમવાની મેજ પર બેસવાની મંજૂરી નહોતી અને તેમને ઘર છોડવું પડ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં જણાવ્યું છે કે તેનું કારણ એ હતું કે તેમના વિરોધી પક્ષોમાં મિત્રો હતા.’ ‘પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે રાજીવ ગાંધી રાજકારણમાં આવવા ઇચ્છુક નહોતા. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેમને વડાપ્રધાન બનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તો પછી મેનકાને પરિવારથી દૂર કોણ કરવા માગતું હતું?’ કંગનાએ આગળ લખ્યું કે મેનકા આ વાતથી આશ્ચર્યચકિત હતી, કારણ કે પરિવારના બાકીના બધા લોકો મૃત્યુ પામવાના હતા અને તેમને લાગતું હતું કે તેમના પરિવારથી છૂટકારો મેળવવાનો આ એકમાત્ર રસ્તો હતો. ચોથું નિવેદનઃ સોનિયાના આવ્યા બાદ અનેક મોત થવું સંયોગ સોનિયા ગાંધીની બુક રિલીઝ થયા બાદ કંગનાએ લખ્યું હતું, 'ફિલ્મ 'ઇમરજન્સી' માટે મેં ભારતીય રાજકારણ અને ગાંધી પરિવાર પર ઘણું સંશોધન કર્યું હતું. આ દરમિયાન એક વાત મારી સમજની બહાર રહી. એક રહસ્યમય વિદેશી મહિલા ગાંધી પરિવારમાં આવે છે. ત્યારબાદ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ જાય છે. પછી વડાપ્રધાન પદના સંભવિત દાવેદારો સંજય ગાંધી અને રાજીવ ગાંધીની પણ હત્યા થઈ જાય છે. આ ઘટનાઓ બાદ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે માત્ર એક વ્યક્તિ બચે છે અને તે છે સોનિયા ગાંધી. લોકોએ એ વાત પર પણ ધ્યાન આપ્યું નહીં કે આટલા બધા સંયોગો એકસાથે કેવી રીતે થયા.'
    Click here to Read More
    Previous Article
    લાભપાંચમે ત્રણ સંકલ્પ લેવાની સાધુ પ્રેમવત્સલદાસજીની અપીલ:સમયનો સદુપયોગ, હકારાત્મક વિચાર અને સંબંધોમાં પ્રેમ સાથે ભગવાનને પ્રાધાન્ય આપવાથી મહાલાભ મળશે
    Next Article
    100 યુદ્ધ જહાજોથી ચીને તાઇવાનને ઘેર્યું:40 હજાર ટનની વોરશિપે દુનિયાને ધ્રૂજાવી, અમેરિકાને સીધી ચેલેન્જ, તાઇપેઇ તૂટે તો સાણંદથી ધોલેરા સુધી ખતરો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment