Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના સરદારનગરમાં મહાકાલ મંદિર:દરરોજ થાય છે ભસ્મ આરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક

    9 hours ago

    અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરમાં દરરોજ વહેલી સવારે ભસ્મ આરતી થાય છે. ઉજ્જૈનના મહાકાલની પરંપરા મુજબ પૂજા અને શણગાર કરવામાં આવે છે. મંદિર સાથે જોડાયેલી માહિતી મુજબ, વર્ષો પહેલાં ઉજ્જૈનથી અમદાવાદ આવેલા અઘોરી સંત ગગનદાસ બાપુએ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આશરે 15 વર્ષ પહેલાં નર્મદા પરિક્રમા દરમિયાન તેમને નદીમાં એક મોટો પથ્થર દેખાયો. નજીકથી જોતાં તે શિવલિંગ હોવાનું તેમને લાગ્યું. તેનો આકાર ઉજ્જૈનના મહાકાલના શિવલિંગ જેવો જણાતાં તેમણે તેને અમદાવાદમાં સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો. ગગનદાસ બાપુ આ શિવલિંગ અમદાવાદ લાવ્યા અને જી-વોર્ડના એક મંદિરમાં રાખ્યું. આશરે 12 વર્ષ પછી શિવલિંગની વિધિવત સ્થાપના થઈ અને સરદારનગરમાં મહાકાલ મંદિર બનાવાયું. ગગનદાસ બાપુએ ઉજ્જૈનના સંસ્કૃતના વિદ્વાન અને પીએચડી પદવીધારક શિષ્ય લવભૈયા (ડો. અભિષેક સોની)ને મહાકાલની સેવા-પૂજાની જવાબદારી સોંપી. મંદિરમાં ગૌમાતાના છાણમાંથી તૈયાર કરેલી ભસ્મથી આરતી થાય છે. ત્યારબાદ ગૌદૂધ, ગૌઘી, સાકર, મધ અને અન્ય દ્રવ્યો સાથે વૈદિક મંત્રોચ્ચાર કરીને અભિષેક કરવામાં આવે છે. ભાંગ સહિતનાં પરંપરાગત દ્રવ્યો અને ઔષધિઓથી શણગાર પણ થાય છે. મંદિર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, દરરોજ વહેલી સવારે 10થી 12 યુવાનોની ટીમ સેવા-પૂજામાં જોડાય છે. પૂજા અને શણગાર માટેની ખાસ સામગ્રી તથા દ્રવ્યો ઉજ્જૈનથી મંગાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના હરે કૃષ્ણ મંદિરમાં ગોવર્ધન પૂજા મહોત્સવ યોજાયો:આશરે 125 ભક્તો અને મુલાકાતીઓ જોડાયા; પૂજા, આરતી અને સંકીર્તન પછી મહાપ્રસાદ અપાયો
    Next Article
    લાભપાંચમે ત્રણ સંકલ્પ લેવાની સાધુ પ્રેમવત્સલદાસજીની અપીલ:સમયનો સદુપયોગ, હકારાત્મક વિચાર અને સંબંધોમાં પ્રેમ સાથે ભગવાનને પ્રાધાન્ય આપવાથી મહાલાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment