Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માતમાં આધેડનું મોત:પિતા-પુત્ર મોટા દહિંસરા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા પિતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત

    8 hours ago

    રાજકોટ મોરબી હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા પિતા પુત્ર બાઈક લઈને માળિયા મીયાણા પાસે આવેલ મોટા દહિંસરા ગામે માતાજીના દર્શન કરવા જતા હતા દરમિયાન યુવાને બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું જેમાં પુત્રને ઇજા થઈ હતી જયારે પિતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા 47 વર્ષીય ભરતભાઈ વશરામભાઈ ડાંગર તથા તેમનો પુત્ર જીત ભરતભાઈ ડાંગર બંને બાઈકમાં ગત તા.10.11.2026ના સવારના 8 વાગ્યે માળિયા મીયાણા નજીક આવેલા મોટા દહિંસરા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે બાઈક પુત્ર જીત ચલાવતો હતો. દરમિયાન રાજકોટ મોરબી હાઇવે કાગડદડી ગામથી આગળ ખોડીયાર આશ્રમ પાસે પહોંચતા યુવાનના આંખમાં અંધારા આવી જતા તેણે બાઈક પર કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થયું હતું જેથી પિતા-પુત્ર બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર કારગત નિવડે તે પૂર્વે ભરતભાઈનું મોત નીપજ્યું હતું. ભરતભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તહેવાર સમયે પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતા આહિર પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉજળવાવ ગામે પંચાયત ચૂંટણીની અદાવતમાં આધેડ પર હુમલો:મિત્રના ઘરે જમવા ગયા ને ચાર શખસે ઢીકાપાટુનો માર માર્યો, 'અમારી કોઈ વાતમાં માથું મારીશ તો મારી નાખીશું'
    Next Article
    પતિએ ChatGPTને પૂછ્યું-પત્ની જમવાનું ગળ્યું બનાવે છે શું કરવું?:પુરાવા રાખવાની સલાહ મળતા પત્નીના ગુસ્સાવાળા વીડિયો બનાવ્યા, વડોદરોમાં દંપત્તીના ઝઘડામાં AIની એન્ટ્રીથી વિખવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment