Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજળવાવ ગામે પંચાયત ચૂંટણીની અદાવતમાં આધેડ પર હુમલો:મિત્રના ઘરે જમવા ગયા ને ચાર શખસે ઢીકાપાટુનો માર માર્યો, 'અમારી કોઈ વાતમાં માથું મારીશ તો મારી નાખીશું'

    9 hours ago

    ભાવનગરના ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામે ગત રાત્રિના પંચાયત ચૂંટણીના મનદુઃખને કારણે એક આધેડ પર ચાર શખસે પાઈપ અને ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. મિત્રના ઘરે જમવા ગયેલા પ્રકાશભાઈ સવાણી નામના ખેડૂતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ભોગ બનનાર આધેડે ઉમરાળા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ઉજળવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રકાશભાઈ લશ્કરભાઈ સવાણી (ઉં.વ. 53)ને ગામના જ ચાર શખસો સાથે પંચાયત ચૂંટણી બાબતે અદાવત ચાલતી હતી. ગત રાત્રે પ્રકાશભાઈ તેમના મિત્ર જેમીશભાઈ જીણાભાઈ ગોટીના ઘરે જમવા ગયા હતા, ત્યારે ઘર બહાર વિશાલ કાંતિભાઈ ગોટી અને પ્રતીક વજુભાઈ ગોટીએ આવીને અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન વિશાલ ગોટીએ પાઈપ વડે હુમલો કરી પ્રકાશભાઈને ખભાના ભાગે ઈજા પહોંચાડી હતી. 'અમારી કોઈ વાતમાં માથું મારીશ તો મારી નાખીશું' ત્યારબાદ સાગર વશરામભાઈ ગોટી અને હિતેશ કાળુભાઈ સવાણી પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેય શખસોએ ભેગા મળીને પ્રકાશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ જતા-જતા 'આજે તો તું બચી ગયો, પરંતુ હવે અમારી કોઈ વાતમાં માથું મારીશ તો જાનથી મારી નાખીશું' તેવી ધાકધમકી આપી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ચારેય સામે ગુનો દાખલ આ બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસે ચારેય આરોપીઓ સામે BNSની કલમ 115(2), 352, 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં વલસાડમાં 108ના ઇમરજન્સી કેસ વધ્યા:દિવસે 255 કેસ નોંધાયા; નવસારીમાં નવા વર્ષે 145 અને ભાઈબીજે 136 કેસ આવ્યા
    Next Article
    રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માતમાં આધેડનું મોત:પિતા-પુત્ર મોટા દહિંસરા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા પિતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment