Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં વલસાડમાં 108ના ઇમરજન્સી કેસ વધ્યા:દિવસે 255 કેસ નોંધાયા; નવસારીમાં નવા વર્ષે 145 અને ભાઈબીજે 136 કેસ આવ્યા

    10 hours ago

    દક્ષિણ ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન હરવા-ફરવા અને વાહનોની અવરજવર વધવાને કારણે અકસ્માતો અને સ્વાસ્થ્ય સંબંધિત ઇમરજન્સી કેસોમાં ભારે ઉછાળો નોંધાયો હતો. વલસાડ અને નવસારી જિલ્લામાં '108' એમ્બ્યુલન્સની ટીમે તહેવારોના દિવસોમાં ખડેપગે રહી અનેક નાગરિકોને સમયસર સારવાર અપાવી હતી. વલસાડ જિલ્લામાં 37ટકાથી વધુનો ઉછાળો પ્રાપ્ત આંકડાઓ અનુસાર, વલસાડ જિલ્લામાં સામાન્ય દિવસોમાં દૈનિક સરેરાશ 185 ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, પરંતુ તહેવારોમાં આ આંકડો મોટો રહ્યો હતો: દિવાળી (08/11): દિવાળીના દિવસે વલસાડ જિલ્લામાં 255 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય સરેરાશ કરતા 37.63% નો મોટો વધારો દર્શાવે છે. નવું વર્ષ (10/11): બેસતા વર્ષના દિવસે 191 ઇમરજન્સી કોલ્સ આવ્યા હતા, જેમાં 3.08% નો વધારો રહ્યો હતો. ભાઈબીજ (11/11): ભાઈબીજના પર્વ પર 218કેસ નોંધાયા હતા, જેમાં 17.66% નો વધારો નોંધાયો હતો. ટ્રાફિક ભારણને કારણે માર્ગ અકસ્માત અને અન્ય ઇમરજન્સીના દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે 108ની ટીમે સતત દોડધામ કરી હતી. નવસારી જિલ્લામાં નવા વર્ષે કેસો વધ્યા નવસારી જિલ્લામાં પણ તહેવારો દરમિયાન ઇમરજન્સી સેવાઓ ધમધમતી રહી હતી: દિવાળી (08/11): દિવાળીના દિવસે 101 કેસ નોંધાયા હતા, જે સામાન્ય સરેરાશ 105 સામે 3.68% ઘટાડો દર્શાવે છે. નવું વર્ષ (10/11): નવા વર્ષના દિવસે કોલ્સ વધીને 145 પર પહોંચ્યા હતા, જેમાં 38.28% નો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. ભાઈબીજ (11/11): ભાઈબીજના દિવસે 136 ઇમરજન્સી કેસ આવ્યા હતા, જે 29.70% નો વધારો બતાવે છે. 108ની ટીમ બની સંકટમોચક તહેવારોની ખુશીઓ વચ્ચે દર્દીઓને ગોલ્ડન અવરમાં યોગ્ય સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ફટાકડા, અકસ્માત અને અન્ય બીમારીઓની ઇમરજન્સીમાં સતત એલર્ટ મોડ પર રહ્યો હતો. વલસાડ અને નવસારી જિલ્લાના આરોગ્ય તંત્ર તેમજ 108ની સરાહનીય કામગીરીને કારણે અનેક દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડીને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફટાકડાથી દાઝી જવાના 50 કેસ નોંધાયા:દિવાળીના દિવસે 26 બાળકો સહિત અનેક યુવકો દાઝ્યા, વાલીઓની ચિંતામાં વધારો
    Next Article
    ઉજળવાવ ગામે પંચાયત ચૂંટણીની અદાવતમાં આધેડ પર હુમલો:મિત્રના ઘરે જમવા ગયા ને ચાર શખસે ઢીકાપાટુનો માર માર્યો, 'અમારી કોઈ વાતમાં માથું મારીશ તો મારી નાખીશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment