Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જવાહર મેદાનના લોકમેળામાં રાઈડ ટિકિટ મુદ્દે બબાલ:બીજીવાર મફતમાં બેસવા અસામાજિક તત્ત્વોએ કર્મીને લાફો મારી છરી બતાવી, તોડફોડથી 50 હજારનું નુકસાન

    10 hours ago

    જવાહર મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં મિક્સર રાઈડમાં વગર ટિકિટે બેસવા બાબતે અસામાજિક તત્વોએ મચાવેલા ઉત્પાતનો બનાવ સામે આવ્યો છે. ટિકિટ કાઉન્ટર પર ફરજ બજાવતા યુવકે ટિકિટ માંગતા 6 શખ્સોએ ગાળો ભાંગી, લાફા ચોડી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ રાઈડની લાઈટો અને ફાઈબર શીટમાં તોડફોડ કરી રૂ. 50 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે ઈજાગ્રસ્ત યુવકે ઘોઘા રોડ પોલીસ મથકે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મફત રાઈડ માણવાની જિદ્દ કરી યુવકને લાફા ચોડી છરી બતાવી કુંભારવાડામાં રહેતા અને મિક્સર રાઈડના ટિકિટ કાઉન્ટર પર નોકરી કરતા તોશીફભાઈ જુનેજા 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે ફરજ પર હતા. આ દરમિયાન આદિલ ઉર્ફે તપેલી અને અક્ષયસિંહ ગોહિલ નામના શખ્સોએ બળજબરીથી રાઈડમાં પ્રવેશ કર્યો હતો. એક રાઉન્ડ પૂરો થયા બાદ ફરીથી મફતમાં બેસવાની જિદ્દ કરતાં તોશીફભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા બંનેએ લાફા મારી દીધા હતા. આ સમયે આદિલે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાઈડની 60 ટ્યુબલાઈટો તોડી ₹50 હજારનું નુકસાન કર્યું ત્યારબાદ આરોપીઓએ તેમના અન્ય સાથીદારો રવિરાજસિંહ, નરેશ, ભૂરો અને એક અજાણ્યા શખ્સને બોલાવી લીધા હતા. તમામ શખ્સોએ એકસંપ થઈ રાઈડની 60 જેટલી ટ્યુબલાઈટો, મરક્યુરી લાઈટો અને ફાઈબર શીટ તોડી રૂ. 50 હજારનું નુકસાન કર્યું હતું. આ અફરાતફરી દરમિયાન તોશીફભાઈ પાસે રહેલા ટિકિટ વેચાણના રૂ. 7,500 પણ ગુમ થઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાણી એક ટાઈમ અપાશે:બોકરવાડા, મીરા દરવાજા, રામનગર સહિતના વિસ્તારોમાં 6થી 10 સપ્ટેમ્બર સુધી સવારે જ પાણી મળશે
    Next Article
    સૂટકેસ ભરેલા ગાંજાના જથ્થા સાથે શખસ ઝડપાયો:બિહારથી ટ્રેનમાં 4.96 લાખનો ગાંજો લાવી રાજકોટના શખ્સને આપે તે પહેલા SOGએ ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment