Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ ChatGPTને પૂછ્યું-પત્ની જમવાનું ગળ્યું બનાવે છે શું કરવું?:પુરાવા રાખવાની સલાહ મળતા પત્નીના ગુસ્સાવાળા વીડિયો બનાવ્યા, વડોદરોમાં દંપત્તીના ઝઘડામાં AIની એન્ટ્રીથી વિખવાદ

    8 hours ago

    આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ જીવનના અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે, પરંતુ વડોદરામાં એક દંપતીના લગ્નજીવનમાં ChatGPTની દખલગીરી વિખવાદનું કારણ બની હોવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા પતિ-પત્ની વચ્ચે થતા નાના-મોટા ઝઘડાનો ઉકેલ પતિ ChatGPTને સવાલ પૂછીને શોધતો હતો. એટલું જ નહીં, AIએ સલાહ આપી હતી કે પુરાવા રાખવા. એટલે પતિએ પુરાવો રાખવાની માનસિકતા કેળવ્યા બાદ પત્ની ગુસ્સામાં જે બોલે તેનું રેકોર્ડિંગ અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું હોવાનો પત્નીએ આક્ષેપ કર્યો હતો. આખરે પતિના માનસિક ત્રાસ અને છૂટાછેડાની વાતથી કંટાળેલી પત્નીએ 181 અભયમની મદદ માગી હતી. શાદી ડોટકોમથી સંપર્કમાં આવી લગ્ન કર્યાં હતા 181 અભયમની ટીમ મહિલાએ આપેલા સરનામે પહોંચી હતી. ત્યારે મહિલાનું કાઉન્સિલિંગ કરતા ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી. શાદી ડોટકોમ દ્વારા ચાર વર્ષ પહેલા બંનેનો સંપર્ક થયો હતો અને બે વર્ષના રિલેશન બાદ લગ્ન કર્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે, લગ્ન પહેલાં પતિની અપેક્ષા હતી કે પત્ની નોકરી કરે, પરંતુ લગ્ન બાદ પત્નીએ ગૃહિણી તરીકે ઘરમાં જ રહેવાનું પસંદ કરતાં બંને વચ્ચે નાના-મોટા મતભેદ શરૂ થયા હતા. પતિ ChatGPTને સવાલ કરી ઝઘડાનો ઉકેલ શોધતો આ યુવતી મહારાષ્ટ્રીયન છે અને યુવક ગુજરાતી છે. જેથી આ યુવતી જમવાનું મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં બનાવતી હતી જે યુવકને ગમતું ન હતું. યુવક ગુજરાતી હોવાથી ગળ્યું ખાવા ટેવાયેલો હતો. ત્યારે ભોજનને લઈ અવાર નવાર ઝઘડો થતો અને તે ChatGPTને સવાલ કરતો કે, પત્ની જમવાનું ગળ્યું બનાવે છે શું કરવું?, પત્ની જવાબ શું આપશે અને જવાબ આપે તો સામે શું કહેવું?, ઝઘડો મોટો થાય તો કયા કયા પ્રૂફ રાખવા? આ સવાલના જવાબમાં AIએ દરેક વાતના પુરાવા રાખવાની સલાહ આપી હતી. ઘરેલું વિખવાદમાં છૂટાછેડા સુધી વાત પહોંચી એટલું જ નહીં પત્નીના આક્ષેપ પ્રમાણે, પતિ બોલાચાલી કરી વીડિયો અને રેકોર્ડિંગ કરતો હતો. ત્યારબાદ આ રેકોર્ડિંગ અને વીડિયો બતાવી વારંવાર હેરાન કરતો હતો. ધીમે ધીમે ઘરેલું વિખવાદ વધતાં પતિએ છૂટાછેડાની વાત શરૂ કરી હતી. અભયમની ટીમે સમજાવીને સમાધાનનો પ્રયાસ કર્યો સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 અભયમની ટીમે બંને પક્ષને સમજાવ્યું હતું કે લગ્ન કોઈ મશીન કે AIની સલાહથી નહીં, પરંતુ એકબીજાની પસંદગી અને સમજણથી થયાં છે. જીવનસાથી વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ વ્યવહારુ સમજણ, પરસ્પર વિશ્વાસ અને સંવાદથી લાવવો જોઈએ. દરેક ઘરેલું બાબતમાં AIની સલાહને અંતિમ માની સંબંધોમાં કડવાશ વધારવી યોગ્ય નથી. અંતે બંનેને એકબીજાને સમજવા અને થોડો સમય આપવા સમજાવી, ઉતાવળમાં છૂટાછેડા જેવા નિર્ણય ન લેવા કાઉન્સેલિંગ દ્વારા સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મોરબી હાઇવે પર અકસ્માતમાં આધેડનું મોત:પિતા-પુત્ર મોટા દહિંસરા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થતા પિતાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત
    Next Article
    Delhi govt’s ‘clean Yamuna’ PR stunt exposed: Fake ghats, photo ops, filthy water

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment