Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાજીના દર્શને પગપાળા જતી સગીરાને ઇકોએ ટક્કર મારી:રોંગ સાઈડમાં આવીને ઉડાવી દીધી, લાઘણજની સેફ્રોની કોલેજ પાસે અકસ્માત

    11 hours ago

    મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મોયણ ગામે રહેતા અને ખેતી કામ કરતા પરિવાર પર દુઃખદ આફત આવી પડી છે. મોયણથી કડા ખાતે આવેલા માતાજીના મંદિરે પગપાળા દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓમાંથી એક 13 વર્ષીય સગીરાને પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં આવી રહેલી એક ઇકો કારના ચાલકે અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સગીરાને ગંભીર ઈજાઓ પહોંચતા કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગત 11 નવેમ્બર 2026ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યે મોયણ ગામના ઠાકોરવાસમાં રહેતા બિજલજી કાનાજી તખાજી ઠાકોરની 13 વર્ષીય પુત્રી માહી, તેમના કાકા બળવંતજી, કાકી પિંકીબેન, મોટાબા જશીબેન પ્રહલાદજી તેમજ પરિવારના અન્ય સભ્યો મોયણથી કડા ખાતે આવેલ માતાજીના મંદિરે જવા માટે ચાલતા પગપાળા નીકળ્યા હતા. ઇકો કારના ચાલકે પદયાત્રીઓને ટક્કર મારી યાત્રા દરમિયાન રાત્રીના સાડા અગિયાર વાગ્યે આ તમામ લોકો સેફ્રોની કોલેજ પાસેથી સર્વિસ રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી રોંગ સાઈડમાં પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલી એક ઇકો કારના ચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બિજલજીની મોટી પુત્રી માહીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે સાથે રહેલા અન્ય પરિવારજનોને સામાન્ય બેઠો માર વાગ્યો હતો ઇજાગ્રસ્ત માહીને સારવાર માટે ખસેડાઈ અકસ્માતની આ ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત માહીને કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના તબીબો દ્વારા તપાસ કરતા માહીને ડાબા પગે થાપાના ભાગે ગંભીર ફેક્ચર થયું હોવાનું તેમજ શરીરે અન્ય નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું. અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ અકસ્માત સર્જનાર ઇકો કારનો નંબર અંધારામાં કે અફરાતફરીના માહોલમાં કોઈ જોઈ શક્યું ન હતું. આ બનાવ અંગે સગીરાના પિતા બિજલજી કાનાજી ઠાકોર દ્વારા લાઘણજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આસમમાં બસ-ટ્રકની ટક્કરમાં 24નાં મોત, મોટાભાગે વિદ્યાર્થીઓ:વાહનની બોડી કાપીને મૃતદેહો બહાર કાઢ્યા; બસની ઓવર સ્પીડિંગના 12 મેમો ફાટી ચૂક્યા છે
    Next Article
    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફટાકડાથી દાઝી જવાના 50 કેસ નોંધાયા:દિવાળીના દિવસે 26 બાળકો સહિત અનેક યુવકો દાઝ્યા, વાલીઓની ચિંતામાં વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment