Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઢડા મંદિરે દર્શન કર્યા:ગોપીનાથજીનાં દર્શન કરી વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી;પરિસરમાં ચાલી રહેલી કથામાં હાજરી આપી

    8 hours ago

    રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ભગવાન ગોપીનાથજીનાં દર્શન કરીને ભારત અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં ચાલી રહેલી કથામાં મંત્રી જોડાયા હતા અને કથા શ્રવણ કર્યું હતું, જ્યાં કથા મંડપમાં મંદિરના સંતોએ તેમને ફૂલહાર પહેરાવીને સ્વાગત અને સન્માન કર્યું હતું. ભાજપના આગેવાનોની હાજરી આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ અને પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ તકે પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં 27 વર્ષ રહ્યા હતા અને અહીં તેમણે ધર્મકાર્યો કરવાની સાથે સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો, સાહિત્ય તથા ભક્તોની સુખાકારી માટે કાર્યો કર્યા હતા. ગઢડાની આ ભૂમિ પર ગોપીનાથજી ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં આર્ટ ઓફ લિવિંગે દેવી પૂજા યોજી:એનજીએસ કોલેજ ગ્રાઉન્ડમાં બેંગલોર આશ્રમની બહાર પહેલીવાર કર્ણાટકના પંડિતોએ વૈદિક વિધિથી પરાશક્તિ પૂજન કર્યું
    Next Article
    ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર દાઝ્યા:આસપાસના લોકો બૂમાબૂમ કરતા દોડી આવ્યા, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment