Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર દાઝ્યા:આસપાસના લોકો બૂમાબૂમ કરતા દોડી આવ્યા, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

    7 hours ago

    વડોદરાના ગાજરાવાડી દશામાના મંદિર પાછળના વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓ દાઝી ગયા હોવાની વિગતો સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે પાણીગેટ પોલીસે અને ફાયરે વધુ તપાસ હાથ ધરી છે. આગ બુજાવવાની કામગીરી દરમ્યાન અચાનક ગેસ બોટલમાં બ્લાસ્ટ ગાજરાવાડી દશામાના મંદિર પાછળ આવેલા વિશ્વકર્માનગર વિસ્તારમાં આ બ્લાસ્ટની ઘટના બની હતી. અહીંયા રહેતા રીનાબેન બિંદ ઘરમાં બાળક સાથે દરવાજા પાસે બેઠા હતા, ત્યારે અચાનક ઘટનાથી ધુમાડો અને આગ જેવું લાગતા આસપાસના વિસ્તારમાં બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. તેઓ આગ બુજાવવાની કામગીરી દરમ્યાન અચાનક ગેસ બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ભારે અવાજ સાંભળીને આસપાસના લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. આગ કાબૂમાં અને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા બનાવને લઈ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો સાથે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સંજયભાઈ બિંદ, સુનિલકુમાર બિંદ,ભાનુપ્રતાપ બિંદ અને પવનકુમાર બિંદ ને દાઝી જવાથી ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ આ બનાવને લઈ પાણીગેટ પોલીસ મથકનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ બોટલ બ્લાસ્ટ અંગે ફાયર વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઢડા મંદિરે દર્શન કર્યા:ગોપીનાથજીનાં દર્શન કરી વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી;પરિસરમાં ચાલી રહેલી કથામાં હાજરી આપી
    Next Article
    सिंगल चार्ज में 730KM की जबरदस्त रेंज, भारत में लॉन्च हुई नई कार Denza D9, जानें कीमत

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment