Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં આર્ટ ઓફ લિવિંગે દેવી પૂજા યોજી:એનજીએસ કોલેજ ગ્રાઉન્ડમાં બેંગલોર આશ્રમની બહાર પહેલીવાર કર્ણાટકના પંડિતોએ વૈદિક વિધિથી પરાશક્તિ પૂજન કર્યું

    9 hours ago

    આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપનાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણના એન.જી.એસ. (NGS) કોલેજ ગ્રાઉન્ડ ખાતે 'ભક્તિ પર્વ' અંતર્ગત વિશેષ દેવી પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બેંગલોર આશ્રમની બહાર પ્રથમ વખત યોજાયેલા આ મહોત્સવમાં સંસ્થાના પ્રણેતા રવિશંકર હેલિકોપ્ટર દ્વારા પાટણ પહોંચ્યા હતા અને કર્ણાટકના પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પરાશક્તિ પૂજન વિધિ સંપન્ન કરી હતી. બેંગલોર આશ્રમ બહાર પ્રથમ વિશેષ આયોજન પાટણ સ્થિત એન.જી.એસ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા પ્રથમ વખત બેંગલોર આશ્રમની બહાર આ વિશેષ દેવી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આ 'ભક્તિ પર્વ'માં સહભાગી થવા માટે રવિશંકર સવારે હેલિકોપ્ટર દ્વારા પાટણ આવી પહોંચ્યા હતા. હેલિપેડ પર આગમન બાદ તેઓ સીધા જ એન.જી.એસ. કોલેજ કેમ્પસ ખાતે પહોંચીને મુખ્ય પૂજાવિધિમાં જોડાયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમણે પાટણ સ્થિત ટી.ઓ.કે. (TOK) સેન્ટરની મુલાકાત લીધી હતી. વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ આ સમગ્ર ધાર્મિક આયોજન અંગે માહિતી આપતાં આયોજક ડાયાભાઈએ જણાવ્યું હતું કે, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વના 180થી વધુ દેશોમાં કાર્યરત છે, ત્યારે મોટા મહાનગરોના બદલે પાટણ ખાતે આ વિશેષ મહોત્સવ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ વખત પાટણની ધરતી પર આયોજિત આ દેવી પૂજામાં પરાશક્તિનું પૂજન સંપૂર્ણ વૈદિક મંત્રો અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર કરવામાં આવ્યું હતું. આ વિધિ સંપન્ન કરાવવા માટે ખાસ કર્ણાટકથી વિદ્વાન બ્રાહ્મણો અને પંડિતો પાટણ ઉપસ્થિત રહ્યા હતા. 'તેરા તુજકો અર્પણ'નો ભાવ રાખવો જોઈએ: રવિશંકર રવિશંકરના સાનિધ્યમાં શુદ્ધ મંત્રોચ્ચાર અને ધ્યાનસ્થ વાતાવરણમાં આ પૂજા મહોત્સવ સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે પાટણ શહેર, સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ રાજ્યના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ અને ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજાવિધિ બાદ તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરીને આશીર્વચન પાઠવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી 45 વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટના જજ ભગવતીકુમાર શર્મા દ્વારા આર્ટ ઓફ લિવિંગની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે 185 દેશોમાં કાર્યરત છે. ઉત્તર ગુજરાતની સરસ્વતી નદીના કિનારે આ પુણ્ય ધરા પર હજારો લોકો દ્વારા દેવી પૂજા કરવામાં આવી છે, સૌની મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ છે. તારીખ 13 નો આધ્યાત્મિક અર્થ 'તેરા' (તારું) સાથે જોડતા તેમણે ઉમેર્યું હતું કે, જીવનમાં મળતી સફળતા, ઉપલબ્ધિઓ તેમજ સારી કે ખરાબ દરેક પરિસ્થિતિ ઈશ્વરને અર્પણ કરીને 'તેરા તુજકો અર્પણ'નો ભાવ રાખવો જોઈએ. અહંકાર છોડીને જીવન જીવવું એ જ સાચી સાધના છે. ભક્તોમાં દિવ્ય અનુભૂતિ અને ઉત્સાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તોએ પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. 25 વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા ભાર્ગવ ચોકસીએ જણાવ્યું હતું કે, પાટણની ધરતી પર રવિશંકરની પધરામણી અને મહાભક્તિ પર્વ અંતર્ગત થયેલી દેવીપૂજા પાટણ માટે ગર્વની વાત છે, અને આ પ્રસંગે લેવાયેલા સંકલ્પો ચોક્કસ ફળીભૂત થશે. તેવી જ રીતે, 14 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ સાથે સંકળાયેલા મેક્સિલોફેશિયલ પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ ડૉ. વિનીતા શાહે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી ખાતે આ દિવ્ય પૂજાનો અનુભવ થયો છે, જેનો સૌને ખૂબ આનંદ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે યુવા સંવાદ:વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ યુવાનોને સંબોધન કર્યું; આદિવાસી સમાજના વિકાસ માટે ₹ 2 લાખ કરોડનું આયોજન
    Next Article
    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઢડા મંદિરે દર્શન કર્યા:ગોપીનાથજીનાં દર્શન કરી વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી;પરિસરમાં ચાલી રહેલી કથામાં હાજરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment