Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણી લીકેજ:કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યા, ₹ 2 લાખનો ચાર ટન સામાન લોડ ન થઈ શક્યો

    1 day ago

    ₹ 2,654 કરોડના ખર્ચે તૈયાર થયેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની દયનીય હાલત સામે આવી છે. અહીંના કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજની સમસ્યાને કારણે છેલ્લા બે દિવસથી કામગીરી ખોરવાઈ છે. પાઈપલાઈનમાંથી સતત પાણી લીક થવાને કારણે કાર્ગો ફ્લોર પર પાણી ફરી વળ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે પાણી ઈલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી જતાં શોર્ટ સર્કિટની ભીતિ ઊભી થઈ. જેને કારણે ઈન્ડિગો એર લાઈન્સનો ₹ 2 લાખનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નથી. 2 લાખનો ચાર ટન સામાન લોડ ન થઈ શક્યો એરપોર્ટ પરના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી થતા લીકેજને કારણે ફ્લોર પર પાણી ભરાઈ રહ્યું છે. જેના કારણે કર્મચારીઓ માટે જોખમ ઊભું થયું. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ દુર્ઘટનાને કારણે કર્મચારીઓની સુરક્ષા ન જોખમાય તે માટે કામગીરી અટકાવી દેવામાં આવી છે. જેને પરિણામે અંદાજે 2 લાખની કિંમતનો ચાર ટન માલ લોડ થઈ શક્યો નથી. કાર્ગોમાં પાર્સલ મોકલવામાં તકલીફ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં કામગીરી ફરી શરૂ થઈ શકે તે માટે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જો કે બે દિવસથી લીકેજની સમસ્યા યથાવત્ રહેતાં કર્મચારીઓની સુરક્ષા અને કાર્ગો કામગીરીને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ રૂ.2,654 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આમ છતાં કાર્ગો સેક્ટરમાં પાણીના લીકેજ જેવી સમસ્યા સામે આવતાં પાયાની સુવિધાઓની જાળવણી અને કર્મચારીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના કુબેરનગર-3માંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો:એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડા પાડી 20.14ગ્રામ મેફેડ્રોન સાથે રૂ.70,820નો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    17 Undertrials Escape Tamil Nadu Jail After Fake Epileptic Seizure, 4 Caught

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment