Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતેજમાં પતિએ પત્નીના ઘરે એસિડ છાંટી ભયનો માહોલ ઉભો કર્યો:જાનથી મારી નાખવાની ધમકી આપનાર પતિ સામે ગુનો દાખલ

    10 hours ago

    ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટાટા હાઉસીંગ શુભગ્રહ ભોયણ મોટીમાં રહેતા દંપતી વચ્ચેના મનમેળ વગરના વિવાદ અને અદાવતના કારણે પતિએ પોતાની પત્નીના ઘરના મુખ્ય તાળા તેમજ ઘરની અંદર એસિડ છાંટી ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ મામલે પત્નીએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ પતિના અવસાન બાદ બીજા લગ્ન કર્યાં હતા 41 વર્ષીય રેનુબેન પ્રભાકરભાઈ મિશ્રા અગાઉના લગ્નજીવન બાદ પોતાના 15 વર્ષના દીકરા સાથે સાંતેજ વિસ્તારમાં આવેલા ટાટા હાઉસીંગ શુભગ્રહ બ્લોક નં. 7, મકાન નં. 408 ખાતે અલગ રહે છે. તેમના પહેલા પતિના અવસાન બાદ તેમણે વર્ષ 2021માં પ્રભાકરભાઈ જગદીશભાઈ મિશ્રા સાથે મંદિરમાં ફુલહાર કરી રાજીખુશીથી લગ્ન કર્યા હતા. પતિ સાથે મનમેળ ન રહેતા અલગ રહેવા લાગ્યા જો કે થોડા સમય બાદ બંને વચ્ચે મનમેળ ન રહેતા તેઓ અલગ રહેવા લાગ્યા હતા. આ બાબતની અદાવત રાખી પ્રભાકર અવારનવાર તેમના ઘરે આવીને ગાળાગાળી કરતો અને એસિડ નાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. 10 નવેમ્બરના રોજ બપોરે રેનુબેન ઘરને તાળું મારી પોતાના દીકરાને લઈને અમદાવાદ ભદ્રકાળી મંદિર દર્શન કરવા ગયા હતા. પતિએ પત્નીના ઘરે એસિડ ફેંકી ભયનો માહોલ ઉભો કર્યો આ દરમિયાન મોકો જોઈને પતિ પ્રભાકર મિશ્રા (રહે. થલતેજ ગામ, અમદાવાદ) ત્યાં ગયો હતો. ત્યારે ઘરના તાળા ઉપર તથા ઘરની અંદર એસિડ નાખી નાસી ગયો હતો. સાંજે રેનુબેન પરત ઘરે આવ્યા ત્યારે ઘરના તાળા પર તથા અંદર એસિડ ઢોરાયેલું જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદમાં આજથી કોંગ્રેસની ભારત સમિટ:70 દેશોના લોકો આવી રહ્યા છે, વૈશ્વિક પડકારો અને મુદ્દાઓ પર ચર્ચા; રાહુલ 14 નવેમ્બરે જોડાશે
    Next Article
    બુગદા વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું:મોહબ્બત મકબરા પાછળ 6 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ: ગરીબોના મકાનો તોડાતા વિપક્ષે તંત્ર સામે આક્ષેપો કર્યા, શું તંત્ર વગદારોના દબાણો દૂર કરશે ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment