Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ટીબી ત્રણ રસ્તા પર સોલાર ટ્રાફિક સિગ્નલ લાગશે‎:6 હાઈવે કનેક્ટ હોય ટ્રાફિક ડેટાના આધારે સિગ્નલ મૂકવા નિર્ણય

    19 hours ago

    પાટણ શહેરના સૌથી વ્યસ્ત અને સતત વાહનવ્યવહારથી ધમધમતા પાટણ-ડીસા અને ચાણસ્મા હાઈવે પર આવેલા ટી.બી. ત્રણ રસ્તા ખાતે ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય, અકસ્માતો અટકે અને સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે પાલિકા દ્વારા રૂ. 27.05 લાખ તથા GST અને 5 વર્ષના મેન્ટેનન્સ સહિત કુલ રૂ. 31.92 લાખના ખર્ચે વાયરલેસ અને સોલાર સંચાલિત અદ્યતન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ મુકાશે. હાલમાં મંજૂરી મળી હોય હવે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ટેન્ડર બાદ કામગીરી શરૂ કરાશે. આગામી વર્ષ સુધીમાં કાર્યરત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.જેનું આયોજન પૂર્વ પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારના કાર્યકાળ દરમિયાન કરાયું હતું. 6 હાઈવે કનેક્ટ હોય ટ્રાફિક ડેટાના આધારે સિગ્નલ મૂકવા નિર્ણય પાટણ એ ઉત્તર ગુજરાતનું મુખ્ય શૈક્ષણિક, વેપારી અને પ્રવાસન (રાણીકી વાવ) મથક છે. અહીં ચાણસ્મા, શિહોરી, ઊંઝા, સિદ્ધપુર, ડીસા અને રાધનપુર-મહેસાણા જેવા 6 સ્ટેટ અને નેશનલ હાઈવે કનેક્ટ થાય છે. બનાસ નદીમાંથી રેતી ભરીને પસાર થતા ભારે ડમ્પરોના કારણે અહીં ટ્રાફિક જામ થતો હતો. સિગ્નલ મુકાવાથી હાઈવે ટ્રાફિકનું સંચાલન સરળ બનશે, અકસ્માતો ઘટે અને ઈંધણ તથા સમયની બચત થશે.
    Click here to Read More
    Previous Article
    સુરત નવી સિવિલમાં હૃદયરોગના દર્દીઓ માટે નવી OPD શરૂ થશે:કિડની બિલ્ડિંગમાં ચોથા માળે સુવિધા, નિષ્ણાંત તબીબી કન્સલ્ટેશન કરશે, 2D ઇકો ફ્રીનો લાભ લેતા દર્દીઓ
    Next Article
    JK વિધાનસભામાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ:કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટરો બતાવ્યા, હોબાળો; મહારાષ્ટ્રમાં SIR સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment