Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી:ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ

    2 days ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર અમીરગઢના ગંગાસાગરના પાટિયા નજીક પસાર થઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રક આબુરોડથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગંગાસાગરના પાટિયા નજીક તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને વાહનને રસ્તાની બાજુએ ઊભું રાખી દીધું હતું. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ટ્રકને રસ્તાની બાજુએ ઊભો રાખ્યા બાદ ચાલકે તાત્કાલિક અમીરગઢ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલનપુર ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને આગ વધુ ફેલાય તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
    Click here to Read More
    Previous Article
    વેસુમાં કેનાલ રોડ પર પાર્ક કરેલી કાર ભડકે બળી:ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    દિવાળી વેકેશનમાં ક્રાઈમ કંટ્રોલ:તહેવારોની રજાઓમાં શહેર ખાલી થતા ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવા પોલીસનો એક્શન પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment