Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી વેકેશનમાં ક્રાઈમ કંટ્રોલ:તહેવારોની રજાઓમાં શહેર ખાલી થતા ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવા પોલીસનો એક્શન પ્લાન

    2 days ago

    દિવાળીના તહેવારો અને વેકેશનની રજાઓમાં સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન અથવા બહારગામ ફરવા જતા હોય છે. આ સમયગાળા દરમિયાન રહેણાંક વિસ્તારો અને બજારોમાં પ્રમાણમાં સૂમસામ માહોલ જોવા મળે છે, જેનો લાભ લઈ ચોર અને લૂંટારુ ટોળકીઓ સક્રિય થતી હોય છે. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના કે ઘરફોડ ચોરી ન બને તે માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, રાત્રિના સમયે અને મુખ્ય પોઈન્ટ્સ પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરીને શંકાસ્પદ જણાતા વાહનચાલકો અને વ્યક્તિઓને અટકાવી તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ જળવાઈ રહે. નાગરિકોને સાવચેત રહેવા પોલીસની ખાસ અપીલ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સતત ખડેપગે છે. આ સાથે જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના નાગરિકોને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે, વેકેશનમાં બહારગામ જતા પહેલા પોતાના ઘરના દરવાજા વ્યવસ્થિત લોક કરવા, સીસીટીવી કેમેરા ચાલુ રાખવા અને કિંમતી દાગીના કે રોકડ રકમની સુરક્ષા અંગે પૂરતી સાવચેતી રાખવી. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી:ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
    Next Article
    Watch: Rohit Sharma Turns Back The Clock With Stunning Diving Catch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment