Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુમાં કેનાલ રોડ પર પાર્ક કરેલી કાર ભડકે બળી:ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    સુરત શહેરના વેસુ વિસ્તારમાં કેનાલ રોડ પર મણીબા હબ પાસે એક કારમાં અચાનક આગ લાગી હતી. રોડની બાજુમાં પાર્ક કરેલી આ કારમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ તુરંત જ ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સતત પાણીનો મારો ચલાવીને સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. કારની આસપાસ કોઈ ન હોવાથી જાનહાનિ નહીં આ આકસ્મિક આગની દુર્ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને ગાડીનું માત્ર માળખું જ બચ્યું છે. સદભાગ્યે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે આગ લાગી ત્યારે કારમાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હતી અથવા સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા, જેના કારણે દુર્ઘટના ટળી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘હવે કોઈ ડીલની જરૂર નથી’:ટ્રમ્પે ઉપ રાષ્ટ્રપતિ વેન્સને ઈરાન મામલામાંથી બહાર કર્યા, શાંતિ પ્રસ્તાવ ફગાવીને ડેમોક્રેટિક રાજ્યોમાં 'ભ્રષ્ટાચાર'ના તપાસના કામે લગાડ્યા
    Next Article
    પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી:ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને ટ્રક બાજુમાં ઊભો રાખી દીધો; પાલનપુર ફાયર વિભાગની ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment