Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ મેચમાં બરાર-સેફર્ટ વચ્ચે ધબાધબી બોલી ગઈ:કિવી ઓપનરને આઉટ કરીને એગ્રેસિવ સેન્ડ-ઑફ આપ્યો, કોહલી તેને ખેંચીને દૂર લઈ ગયો

    21 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મોંગાનુઈના બે ઓવલ આજે પાંચ મેચની વન-ડે સિરીઝની ચોથી મેચ રમાઈ. આ મેચમાં તે સમયે માહોલ ગરમાઈ ગયો, જ્યારે ભારતીય ઝડપી બોલર ગુરનૂર બરાર અને ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટર ટિમ સેફર્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. વિરાટ કોહલીએ બરારનો હાથ પકડીને ખેંચીને દૂર કર્યો ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 12મી ઓવરના છેલ્લા બોલે થઈ. ગુરનૂર બરારે શોર્ટ બોલ નાખ્યો, જેના પર સેફર્ટ પુલ શોટ રમવા ગયો. જોકે, તે બોલની ગતિ સાથે યોગ્ય રીતે ટાઇમિંગ ન કરી શક્યો અને બોલ બેટના ઉપલા ભાગને વાગીને હવામાં ગયો. વિકેટ પાછળ ઊભેલા ઈશાન કિશને પોતાની ડાબી બાજુ દોટ લગાવી અને આગળ તરફ ડાઈવ લગાવીને શાનદાર કેચ પકડી લીધો. સેફર્ટના આઉટ થતા જ બરાર તેની સામે જઈને એગ્રેસિવ સેલિબ્રેશન કરવા લાગ્યો. ટિમ સેફર્ટની વિકેટ લીધા પછી ગુરનૂર બરાર ખૂબ જ આક્રમક નજરે પડ્યો અને તેણે કિવી બેટર નજીક જઈને સેલિબ્રેશન કર્યું. આ દરમિયાન બંને વચ્ચે કેટલાક શબ્દોની આપ-લે પણ થઈ. વિરાટ કોહલી તરત જ વચ્ચે પડ્યો અને બરારને સેફર્ટથી દૂર કર્યો. જોકે, કોહલી પણ જોશમાં નજરે પડ્યો અને તેણે સેફર્ટ તરફ જોઈને પોતાની પ્રતિક્રિયા આપી. ગાવસ્કરે બરારને ફટકાર લગાવી ટિમ સેફર્ટે 48 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ રહ્યા. સેફર્ટ અને વિલ યંગ વચ્ચે પહેલી વિકેટ માટે 85 રનની ભાગીદારી થઈ. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ ગુરનૂર બરારના આ સેલિબ્રેશનથી નારાજ દેખાયા. ગાવસ્કરનું માનવું છે કે જ્યારે બેટર આઉટ થઈ ગયો તો તેની સાથે ચર્ચા કરવાની શું જરૂર હતી.
    Click here to Read More
    Previous Article
    ભારતીય બોલર્સને હવે ધડાધડ વિકેટો મળવા લાગી:છેલ્લી 8 ઓવરમાં કિવીઝની 3 વિકેટ પાડી દીધી; સદી ફટકારી ચૂકેલો વિલ યંગ પેવેલિયન ભેગો થયો
    Next Article
    મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ:નવા વાડજમાં ફટાકડાથી ગાડીને નુકસાન થતા સોસાયટીમાં ઝઘડો, ગંભીર આક્ષેપો સામ સામસામે પોલીસમાં અરજી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment