Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરેક વોર્ડમાં ફૂટપાથ રિપેરિંગનો વાર્ષિક ખર્ચ 8 લાખ:કર્ણાવતી પાસે 3 માસમાં જ ફૂટપાથ તૂટતાં ફરી બનાવાયો

    8 hours ago

    કર્ણાવતી ક્લબ પાસે 3 મહિના પહેલાં બનાવેલો ફૂટપાથ તૂટી જતાં ફરી બનાવવો પડ્યો છે. શહેરમાં વારંવાર તૂટતા ફૂટપાથ માટે તેની નીચે બેઝ યોગ્ય તૈયાર ન હોવાનું કારણ છે ત્યારે હવે મ્યુનિ.એ નવા બનનારા ફૂટપાથની નીચે આરસીસી પાથરી તે બાદ તેની પર પેવર બ્લોક લગાવવા સૂચન કર્યું છે. શહેરમાં મોટા ભાગના વોર્ડમાં પ્રતિવર્ષ માત્ર પેવર બ્લોક રિપેર કરવા પાછળ જ 7થી 8 લાખ ખર્ચાય છે. તમામ ફૂટપાથ પર પેવર બ્લોક લગાવાય છે તેમજ કેટલીક સોસાયટીઓમાં પણ ધારાસભ્ય અને કોર્પોરેટરના બજેટમાંથી પેવર બ્લોક લગાવાય છે, પરંતુ મોટા ભાગના ફૂટપાથ અને પેવર બ્લોક થોડા સમય પછી ઊબડખાબડ થઈ જાય છે. રોડનું બજેટ 3 વર્ષમાં બમણું, પણ રોડ-ફૂટપાથ ન સુધર્યાં શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રોડ નેટવર્ક પાછળનું બજેટ બમણાથી પણ વધી ગયું છે. આમ છતાં શહેરના રસ્તાઓ અને ફૂટપાથની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. વર્ષ 2023-24માં રોડ પાછળ રૂ.788.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે વર્ષ 2025-26માં વધીને રૂ.1607.75 કરોડ સુધી પહોંચી ગયો છે. ફૂટપાથના કામમાં ગેરંટી પીરિયડ નક્કી ન થતાં વર્ષમાં 2 વાર રિપેર કરવો પડે છે રોડના કામોમાં ડિફેક્ટ લાયબિલિટી (ગેરંટી પીરિયડ) ગણવામાં આવે છે, પરંતુ ફૂટપાથનાં કામોમાં આવી કોઈ લાયબિલિટી નક્કી કરાતી નથી. પરિણામે શહેરમાં મોટા ભાગના સ્થળે વર્ષમાં એકથી બે વખત ફૂટપાથનું રિપેરિંગ કરવું પડે છે. કેટલીક જગ્યાએ તો VVIP અવરજવરના કારણે એક વર્ષમાં અનેક વખત ફૂટપાથ સરખો કરવો પડે છે. સિમેન્ટ-કોંક્રીટના ઉપયોગથી ખર્ચમાં ખાસ ફર્ક નહિ પડે મારા ધ્યાન પર આવ્યું હતું કે, વારંવાર અનેક જગ્યાએ ફૂટપાથ તૂટે છે. તે કેમ તૂટે છે તેનાં કારણો જાણ્યા બાદ અધિકારીઓને સૂચના આપી ફૂટપાથ બનાવવાની નવી પદ્ધતિ અપનાવવા સૂચન કર્યું છે. તેમાં જો તેઓ સિમેન્ટ-કોંક્રીટનો ઉપયોગ કરે તો ફૂટપાથ તૂટવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય તેમ છે. એટલું જ નહિ, ફૂટપાથ બનાવવાના ખર્ચમાં પણ કોઈ ખાસ મોટો ફર્ક પડે તેમ નથી. આથી આ પદ્ધતિ અપનાવવા માટે સૂચન કર્યું છે. > ડો.જૈનિક વકીલ, ચેરમેન, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી
    Click here to Read More
    Previous Article
    શાહપુરઃ ગંદકી, દબાણો અને પીવાનું દૂષિત પાણી...:સૌથી મોટી અને દરરોજની સમસ્યા
    Next Article
    મેમ્કોમાં 16 વર્ષ જૂનું સંકુલ, વસ્ત્રાલમાં 4 માસમાં 4652 સભ્ય:મ્યુનિ. સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 1500 સભ્ય, પીપીપી મોડલ છે ત્યાં 3 ગણાથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment