Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર:પનીરને લગતી વાનગીઓમાં પારદર્શિતા ફરજિયાત, મેન્યૂમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી

    1 week ago

    ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 4 એપ્રિલે જાહેર કરેલ આદેશ મુજબ વિવિધ એકમોમાં પનીરની જગ્યાએ ‘એનાલોગ’ના ઉપયોગને લઈને માર્ગદર્શિકા અમલમાં મૂકાઈ છે. જે મુજબ દૂધની જગ્યાએ વેજિટેબલ ફેટ, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પોથી તૈયાર કરાતા ઉત્પાદનોને પનીર તરીકે વેચવું કે રજૂ કરવું કાયદેસર ગુનો ગણાશે. જેને સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત રહેશે. આ માર્ગદર્શિકાને લઈને કચ્છ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા છેલ્લા 7 દિવસમાં તપાસ કરાઈ હતી. જેમાં 64 હોટેલ,રેસ્ટોરન્ટ, ઢાબા, 12 રિટેલર અને હોલસેલર, 3 બલ્ક મિલ્ક સેન્ટર તથા 8 મેન્યુફેક્ચર એકમોની મુલાકાત લીધી હતી. તપાસમાં સંચાલકોને પેકેજ્ડ પનીર ખરીદી વખતે યોગ્ય લેબલિંગ જાળવવા અને એનાલોગનો ઉપયોગ થતો હોય તો ગ્રાહકોને તેની સ્પષ્ટ જાણ થાય તે માટે પનીરને લગતા નિયમો અંગે સૂચનાઓ અપાઈ હતી. મહત્વનું એ છેકે, હોટેલ કે રેસ્ટોરન્ટમાં જતાં ગ્રાહકોને તેઓ જે પનીરની વાનગી મંગાવે છે તેમાં ખરેખર પનીર છે કે એનાલોગ તેની સ્પષ્ટ જાણકારી માટે મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર તેની સ્પષ્ટ નોંધ કરવી જોઈએ. નિયમ ભંગ કરનાર પર કાર્યવાહી થશે ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006 હેઠળની કલમ 23, 24, 26, 27, 50, 51, 53 તથા 59 તેમજ ખાદ્ય ઉત્પાદન ધોરણ અને ખાદ્ય ઉમેરણોના નિયમો તથા FSS (લેબલિંગ અને પ્રદર્શન) નિયમો, 2018 મુજબ ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા જાળવવી અને લેબલિંગમાં પારદર્શિતા રાખવી ફરજિયાત છે. આ નિયમોનું પાલન ન કરનારની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. વિભાગ દ્વારા સૂચના બાદ તપાસ હાથ ધરાઇ રહી છે અને નિયમિત નિરીક્ષણ અને સેમ્પલિંગ કરાશે જેમાં નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવામાં આવશે. > મેહુલ પટેલ, ફૂડ ઇન્સ્પેકટર ભુજ
    Click here to Read More
    Previous Article
    LCBની કાર્યવાહી:કોંગ્રેસના ઉમેદવારને લૂંટનારો ખારીરોહરનો ઈસમ ઝડપાયો
    Next Article
    ભુજ વોર્ડ - 8:સવા કરોડ લિ.પાણી સંગ્રહ 3 વોર્ડની તરસ છીપાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment