Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી:મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં ફરજ બજાવતા, ઘર કંકાસમાં આ પગલું ભર્યું હોવાની આશંકા

    7 hours ago

    રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી પોલીસ બેડાને હચમચાવી નાખતી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજ્યના મુખ્યમંત્રીની સિક્યોરિટી જેવી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતા સેકટર 27 પોલીસ લાઇનમાં રહેતા પીજે ઝાલાએ પોતાની જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ વિભાગમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસનો દોર શરૂ કર્યો છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક પીએસઆઈ લાંબા સમયથી ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. અને તેઓ મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. આજે અચાનક બનેલી આ કરૂણ ઘટનામાં તેમણે પોતાની સર્વિસ પિસ્તોલથી આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને સહકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ઘટનાની ગંભીરતાને જોઈને ગાંધીનગર પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી રહી છે જેથી ઘટનાના તમામ ટેક્નિકલ પુરાવાઓ એકત્રિત કરી શકાય. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણો અથવા અંગત પારિવારિક વિવાદ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, પોલીસનું કહેવું છેકે આ માત્ર પ્રાથમિક અનુમાન છે. મૃતક પીએસઆઈ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ માનસિક તણાવ કે પારિવારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા કે કેમ તે અંગે તેમના પરિવારજનો, નજીકના મિત્રો અને સાથી કર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આપઘાતનું સાચું કારણ તો ઊંડી તપાસ અને સુસાઈડ નોટ જો મળી આવે તો અથવા ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    UP MLC Vote Counting: Gorakhpur में Sanjayan Tripathi पीछे Akhilesh Yadav भड़के | MLC Election BJP
    Next Article
    હિંમતનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી:પીટીસી વિદ્યાર્થીઓ માટે સિંઘમ ફિલ્મનું સ્ક્રીનિંગ;પોલીસ હેડક્વાર્ટર ખાતે બે દિવસીય શસ્ત્રપ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment