Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી:પીટીસી વિદ્યાર્થીઓ માટે સિંઘમ ફિલ્મનું સ્ક્રીનિંગ;પોલીસ હેડક્વાર્ટર ખાતે બે દિવસીય શસ્ત્રપ્રદર્શન

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત તાલીમ ભવન ખાતે વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શન, દેશભક્તિની ફિલ્મનું પ્રોજેક્શન તેમજ ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શસ્ત્રપ્રદર્શન અને સિંઘમ ફિલ્મનું પ્રદર્શન પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવન ખાતે બે દિવસીય શસ્ત્રપ્રદર્શન યોજાયું હતું, જેની શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. બુધવારે અનેરા સ્થિત પીટીસી કોલેજ અને હિંમતનગરની રિદ્ધિ સિદ્ધિ પીટીસી કોલેજના વિદ્યાર્થીઓને એકતાનો સંદેશ આપતી 'સિંઘમ' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત આગામી 30 ઓક્ટોબરે ચિત્ર સ્પર્ધા યોજાશે. ડીસાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રજૂ થશે સાબરકાંઠા જિલ્લામાં 30 ઓક્ટોબરે 'કિસાન દિવસ' ની પણ ભવ્ય ઉજવણી કરાશે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતેથી વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24 મો હપ્તો જાહેર કરાશે. દેશના 9.62 કરોડથી વધુ ખેડૂતો માટે ₹19,240 કરોડની સહાયના આ કાર્યક્રમનું સાબરકાંઠામાં કાંકણોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે જીવંત પ્રસારણ કરાશે. 31 ઓક્ટોબરે એકતા રેલીનું ભવ્ય આયોજન આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે હિંમતનગરના ટાવર ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી એકતા રેલી યોજાશે. આ રેલીનું સમાપન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થશે. ત્યારબાદ ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો સમક્ષ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં PSIએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી:મુખ્યમંત્રીની સિક્યોરિટીમાં ફરજ બજાવતા, ઘર કંકાસમાં આ પગલું ભર્યું હોવાની આશંકા
    Next Article
    ગઢડા કોંગ્રેસે મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નો પર વિરોધ કર્યો:મામલતદારને આવેદનપત્ર પાઠવી દુષ્કાળ જાહેર કરવા અને ખેડૂતોને રાહત આપવાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment