Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કચિગામમાં સાળાના ઘરે ચોરી કરનાર બનેવી ઝડપાયો:નવી કાર લેવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રોકડ અને સોનાના દાગીના ચોર્યા; આરોપીની ધરપકડ

    13 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચિગામ ભરી ફળિયામાં પોતાના જ સાળાના ઘરે ચોરી કરવાના આરોપમાં બનેવી મહેશ નગીનભાઈ પટેલની ભિલાડ પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી રાજેશભાઈ લાલુભાઈ પટેલ પરિવાર સાથે નવી કાર લેવા શોરૂમ ગયા હતા તે દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી લેવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરામાં આડશ કરીને બારીમાંથી કર્યો પ્રવેશ પરિવાર શોરૂમ ગયો હતો ત્યારે ઘરની બહારના સીસીટીવી કેમેરા પર આડશ કરવામાં આવી હતી. કેમેરામાં આડશ જણાતા પરિવારે ગામમાં ફોન કરીને તપાસ કરાવતા બહારથી ઘર સુરક્ષિત દેખાયું હતું. જોકે પરિવાર નવી કાર ખરીદીને પરત ફર્યો અને શોરૂમના કાગળો કબાટમાં મૂકવા જતાં ચોરીની જાણ થઈ હતી. ચોરે પાછળની બારીનું સ્લાઇડર ખોલી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી અંદાજે ₹ 1.10 લાખથી ₹ 1.25 લાખ રોકડા અને 13 ગ્રામ સોનાનાં દાગીના ચોરી લીધા હતા. ભિલાડ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી ચોરી અંગે પરિવારે ભિલાડ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે દાદરા અને નગર હવેલીના નરોલી ખાતે રહેતો રાજેશભાઈનો બનેવી મહેશ નગીનભાઈ પટેલ ઘરે અવારનવાર આવતો હોવાથી પરિવાર કાર લેવા જવાનો છે તેની જાણકારી ધરાવતો હતો. ભિલાડ પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    12થી 18 નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી:સુરત જિલ્લાની 6 વિધાનસભામાં સપ્તાહભર ચાલશે કાર્યક્રમો, માલીબા કેમ્પસમાં ‘જોહાર કેફે’ અને કરચેલીયામાં ‘શબરી બુથ’ શરૂ થશે
    Next Article
    ભરૂચના 2,999 આદિવાસી ખેડૂતોને જમીનના હકપત્ર મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment