Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના 2,999 આદિવાસી ખેડૂતોને જમીનના હકપત્ર મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી

    14 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશમાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાશે. ભરૂચ જિલ્લામાં જંગલની જમીન ખેડતા અંદાજે 2,999 આદિવાસી ખેડૂતોને 15 નવેમ્બરે જમીનના હકપત્ર આપવામાં આવશે. સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ, પરંપરા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. ભરૂચના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ કરીને કાર્યક્રમોની માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને સંગઠનના સંયુક્ત ઉપક્રમે સાત દિવસ સુધી કાર્યક્રમો યોજાશે. ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી મહાનાયકોનું આઝાદીની લડત, સામાજિક પરિવર્તન અને કુરિવાજો સામેના સંઘર્ષમાં યોગદાન નવી પેઢી સુધી પહોંચાડવાનો આ ઉજવણીનો હેતુ છે. આદિવાસી વિસ્તારોના કેટલાક રસ્તાઓને ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડવાની પણ યોજના છે. ગુજરાતમાં દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ જંગલ જમીનના હકપત્ર આપવામાં આવ્યા છે. મંત્રીના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયા ચાલુ રહેશે. નિયમ મુજબ પાત્રતા ધરાવતા બાકી આદિવાસી ખેડૂતોને પણ આગામી સમયમાં હકપત્ર આપવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધા અને વિકાસનાં કામો તેમજ પરિવારોનું જીવનધોરણ સુધારવાની યોજનાઓને પણ અભિયાનમાં સામેલ કરાઈ છે. પત્રકાર પરિષદના અંતે જિલ્લાના નાગરિકોને જનજાતીય ગૌરવ સપ્તાહમાં જોડાવા અપીલ કરાઈ હતી. પરિષદમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રિતેશ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર અને ઝઘડિયાના દિનેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડના કચિગામમાં સાળાના ઘરે ચોરી કરનાર બનેવી ઝડપાયો:નવી કાર લેવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રોકડ અને સોનાના દાગીના ચોર્યા; આરોપીની ધરપકડ
    Next Article
    ભુજમાં 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો:11 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, મોટર વડે કૂવાનું પાણી ઉલેચ્યા બાદ ક્રેનની મદદથી બે ફાયરમેને કૂવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment