Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો:11 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, મોટર વડે કૂવાનું પાણી ઉલેચ્યા બાદ ક્રેનની મદદથી બે ફાયરમેને કૂવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો

    14 hours ago

    ભુજ તાલુકામાં રતીયા અને સુખપર ગામની સીમમાં આવેલા અવાવરુ કૂવામાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. ભુજ ફાયર બ્રિગેડના જવાનોએ ૧૧ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું.૧૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે ભુજ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કે કૂવામાં કોઈ વ્યક્તિ પડી ગઈ છે. સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમારના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં કૂવો આશરે ૧૦૦થી ૧૧૦ ફૂટ ઊંડો અને તેમાં લગભગ ૧૭ ફૂટ પાણી હોવાનું જાણવા મળ્યું. અંડરવોટર કેમેરાથી મૃતદેહનું સ્થાન શોધાયું. કૂવામાં બાવળિયાં અને ઝાડી-ઝાંખરાં હોવાથી દોરડાં અને સાધનો વારંવાર ફસાતાં હતાં. પહેલાં ઝાડી-ઝાંખરાં દૂર કરાયાં.ફાયરમેનને દોરડાની મદદથી કૂવામાં ઉતારી તપાસ કરાઈ, પરંતુ પાણી અને મુશ્કેલ પરિસ્થિતિને કારણે મૃતદેહ બહાર કાઢી શકાયો નહીં. રાત્રે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી રોકી, બીજા દિવસે સવારે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો. ૧૨ નવેમ્બરની સવારે સ્થાનિક લોકોની મદદથી મોટર લગાવી કૂવાનું પાણી બહાર કઢાયું. ત્યારબાદ ક્રેન અને સુરક્ષા દોરડાંની મદદથી બે ફાયરમેન કૂવામાં ઉતર્યા. આશરે ૪૫ મિનિટની કામગીરી બાદ તેમણે મૃતદેહને દોરડાથી બાંધી બહાર કાઢ્યો.રેસ્ક્યૂમાં ડી.સી.ઓ. રવિરાજ ગઢવી, વિશાલ ગઢવી અને ફાયરમેન અસલમ પટ્ટણી, કમલેશ મતિયા, ઈમ્તિયાઝ સમા, સોહમ ગોસ્વામી, સુરમલ ડામોર, ઋષિ ગોર, સાહિલ પટ્ટણી તથા ઉદયસિંહ જાડેજાએ ભાગ લીધો હતો. માનકુવા પોલીસ, ભુજ એ-ડિવિઝન પોલીસ, સ્થાનિક ખેડૂતો, આગેવાનો અને સુખપર ગામના સરપંચની ટીમે પણ મદદ કરી હતી. મૃતદેહ બહાર કઢાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના 2,999 આદિવાસી ખેડૂતોને જમીનના હકપત્ર મળશે:બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી
    Next Article
    શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 446 રન બનાવ્યા:ડી સિલ્વાએ 167 અને મેન્ડિસે 119 રન બનાવ્યા; સાકિબ ખાને 7 વિકેટ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment