Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં 446 રન બનાવ્યા:ડી સિલ્વાએ 167 અને મેન્ડિસે 119 રન બનાવ્યા; સાકિબ ખાને 7 વિકેટ લીધી

    15 hours ago

    પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગમાં 446 રને ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ટીમે પાકિસ્તાનના 434 રનના જવાબમાં 12 રનની લીડ મેળવી. દિવસની રમત પૂરી થઈ ત્યારે પાકિસ્તાને બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમની કુલ લીડ 45 રન થઈ ગઈ છે. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ 167 અને કેપ્ટન કુસલ મેન્ડિસે 119 રન બનાવ્યા. પાકિસ્તાનના સાકિબ ખાને 7 વિકેટ ઝડપી. ધનંજય ડી સિલ્વા અને કુસલ મેન્ડિસે શ્રીલંકાની ઇનિંગ સંભાળી શ્રીલંકાએ ચોથા દિવસે પોતાની પ્રથમ ઇનિંગ 404/4ના સ્કોરથી આગળ વધારી. ધનંજય ડી સિલ્વા 167 અને કુસલ મેન્ડિસ 117 રન બનાવીને અણનમ હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 249 રનની ભાગીદારી કરી. ધનંજય ડી સિલ્વા 246 બોલમાં 167 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં 20 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ, કેપ્ટન કુસલ મેન્ડિસે 202 બોલમાં 119 રન બનાવ્યા. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ બંને સિવાય કામિન્દુ મેન્ડિસે 58 અને લાહિરુ ઉદારાએ 42 રન બનાવ્યા. શ્રીલંકાની આખી ટીમ 117.2 ઓવરમાં 446 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સાકિબ ખાને 7 વિકેટ લીધી પાકિસ્તાન તરફથી સાકિબ ખાન સૌથી સફળ બોલર રહ્યો. તેણે 34 ઓવરમાં 130 રન આપીને 7 વિકેટ લીધી. મોહમ્મદ અબ્બાસને 2 વિકેટ મળી, જ્યારે રઝાઉલ્લાહે એક વિકેટ મેળવી. પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 434 રન બનાવ્યા હતા પાકિસ્તાને પ્રથમ દાવમાં 106.3 ઓવરમાં 9 વિકેટે 434 રન બનાવીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ટીમ તરફથી સાઉદ શકીલે સૌથી વધુ 93 રન બનાવ્યા. તે સદીથી ચૂકી ગયો. તૈયબ આરિફે 51 બોલમાં 57 રન બનાવ્યા. મોહમ્મદ તાહાએ 105 બોલમાં 51 અને અરાફત મિન્હાસે 72 બોલમાં 52 રનની ઇનિંગ રમી. કેપ્ટન બાબર આઝમે પણ 58 બોલમાં 50 રન બનાવ્યા. ગાઝી ઘોરીએ 48 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી અસિથા ફર્નાન્ડો અને દિલશાન મધુશંકાએ 3-3 વિકેટ લીધી. મિલાન રથનાયકે અને સોનલ દિનુષાને એક-એક વિકેટ મળી. બીજા દાવમાં પાકિસ્તાને 45 રન બનાવ્યા, એક વિકેટ પડી શ્રીલંકાથી 12 રન પાછળ રહ્યા બાદ પાકિસ્તાને બીજો દાવ શરૂ કર્યો. દિવસની રમત પૂરી થવા સુધી ટીમે 15 ઓવરમાં એક વિકેટે 45 રન બનાવી લીધા હતા. તૈયબ આરિફ 8 બોલમાં 11 રન બનાવીને અસિથા ફર્નાન્ડોના બોલ પર LBW આઉટ થયો. અઝાન અવૈસ 46 બોલમાં 20 અને મોહમ્મદ તાહા 36 બોલમાં 14 રન બનાવીને અણનમ છે. પાકિસ્તાનની કુલ લીડ હવે 33 રનની થઈ ગઈ છે. મેચના પાંચમા દિવસે પાકિસ્તાન પોતાની લીડ મજબૂત કરવાની અને શ્રીલંકાને ટાર્ગેટ આપવાની કોશિશ કરશે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં 110 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કઢાયો:11 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, મોટર વડે કૂવાનું પાણી ઉલેચ્યા બાદ ક્રેનની મદદથી બે ફાયરમેને કૂવામાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો
    Next Article
    WTCની ટીમની સંખ્યા વધારવા પર ICCની બેઠક:બાલીમાં 12 ટીમની ચર્ચા, વન-ડેના ભવિષ્ય પર પણ નિર્ણય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment