Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12થી 18 નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી:સુરત જિલ્લાની 6 વિધાનસભામાં સપ્તાહભર ચાલશે કાર્યક્રમો, માલીબા કેમ્પસમાં ‘જોહાર કેફે’ અને કરચેલીયામાં ‘શબરી બુથ’ શરૂ થશે

    12 hours ago

    આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાનાયકોના યોગદાનને ઉજાગર કરવા સુરત જિલ્લામાં 12 થી 18 નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. સુરત સરકીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ઢોડિયા અને જિલ્લા કલેકટર તેજસ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ સપ્તાહ દરમિયાન વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવવામાં આવશે. તાલુકા કક્ષાએ સંમેલનો અને પરંપરાગત રમતોત્સવનું આયોજન જિલ્લા કલેકટર તેજસ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, 13 નવેમ્બરે જિલ્લાની 6 વિધાનસભા ક્ષેત્રોમાં યુવા સંમેલનો યોજાશે, જેમાં વાંકલ ખાતે મંત્રી સ્વરૂપજી ઠાકોર અને મહુવા ખાતે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. 14 નવેમ્બરે ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન અને દીપોત્સવ, જ્યારે 15 નવેમ્બરે મુખ્ય જન્મજયંતિ નિમિત્તે સુરત મનપાના સંજીવકુમાર ઓડિટોરિયમ સહિત જિલ્લાના 8 સ્થળોએ ભવ્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત 16મીએ માંડવીમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17મીએ તીરંદાજી, ગિલ્લી-દંડા, કબડ્ડી જેવી પરંપરાગત રમતો અને 18મીએ મહિલા સંમેલન યોજાશે. સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવા ‘જોહાર કેફે’ અને ‘શબરી બુથ’ આદિજાતિ વિસ્તારના સ્વસહાય જૂથોની આવક વધારવા અને સ્થાનિક વનપેદાશોને બજાર પૂરું પાડવા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત મહુવા તાલુકાના કરચેલીયા ગામે ‘શબરી બુથ’ અને ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલીબા કેમ્પસ ખાતે ‘જોહાર કેફે’ શરૂ કરાશે, જ્યાં લોકોને આરોગ્યપ્રદ અને પરવડે તેવું પરંપરાગત ભોજન મળી રહેશે. આ સમગ્ર આયોજન થકી નવી પેઢીને આદિવાસી મહાનાયકોના સંઘર્ષમાંથી પ્રેરણા મળશે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં વાહન પાર્કિંગના નવા ચાર્જ જાહેર:વધારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ડબલ ચાર્જ ચૂકવવો પડશે, રોડ ઉપર-બ્રિજ નીચે-મલ્ટીલેવલ બિલ્ડીંગમાં પાર્ક કરવાના અલગ ચાર્જ
    Next Article
    વલસાડના કચિગામમાં સાળાના ઘરે ચોરી કરનાર બનેવી ઝડપાયો:નવી કાર લેવા ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રોકડ અને સોનાના દાગીના ચોર્યા; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment