Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં વાહન પાર્કિંગના નવા ચાર્જ જાહેર:વધારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ડબલ ચાર્જ ચૂકવવો પડશે, રોડ ઉપર-બ્રિજ નીચે-મલ્ટીલેવલ બિલ્ડીંગમાં પાર્ક કરવાના અલગ ચાર્જ

    11 hours ago

    શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકો નિયત કરેલા પાર્કિંગમાં વાહનો પાર્ક કરે અને પાર્કિંગ વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પે એન્ડ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. મલ્ટી લેવલ પાર્કિંગ અને પ્લોટના પે એન્ડ પાર્કિંગમાં ટુ વ્હીલરમાં ઓછામાં ઓછા 10 રૂપિયા ચૂકવવા પડશે. જોકે રોડ ઉપર અને બ્રિજની નીચેના પાર્કિંગમાં પ્રથમ કલાકના શહેરના પૂર્વ વિસ્તારમાં 10 અને પશ્ચિમ વિસ્તારમાં 15 રૂપિયા વાહનચાલકોએ ચૂકવવાનો રહેશે. જે વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક રહે છે ત્યાં પાર્કિંગનો ચાર્જ ઓછામાં ઓછો પ્રથમ કલાકનો 20 રૂપિયા ચૂકવવો પડશે. દરેકના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે જે પ્રમાણે વાહન ચાલકોએ હવે ચાર્જ ચૂકવવો પડશે. આગામી ડિસેમ્બર મહિનાથી પાર્કિંગમાં નવા દરો શહેરમાં લાગુ પડશે. પાર્કિંગના ચાર્જની હવે ત્રણ વર્ષ બાદ સમીક્ષા થશે સ્ટેન્ડિંગ કમિટીના કમલેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને પાર્કિંગના દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી પાર્કિંગની લાયસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત ઓફસ્ટ્રીટ પાર્કિંગ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ, અને વધુ ગીચતા ધરાવતા વિસ્તારોમાં પાર્કિંગના એક સમાન દર નક્કી કરવામાં આવેલા છે. હાલમાં પાર્કિંગની નીતિ અંતર્ગત અલગ-અલગ દરની જોગવાઈ કરવામાં આવી અને પાર્કિંગના દરની ત્રણ વર્ષ બાદ પુનઃસમીક્ષા આવશે. જૂના કોન્ટ્રાક્ટરોને નવા ચાર્જ લાગૂ કરવા સમજાવાશે શહેરમાં કેટલીક પાર્કિંગની જગ્યાઓના કોન્ટ્રાક્ટ અગાઉના દરે કાર્યરત છે, જ્યારે નવી જગ્યાઓ માટે સુધારેલા દર લાગુ કરવામાં આવે તો આસપાસ આવેલી બે પાર્કિંગ જગ્યાઓમાં અલગ અલગ દર વસૂલવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં નાગરિકોને અસુવિધા થવાની સાથે પાર્કિંગ વ્યવસ્થામાં અસમાનતા સર્જાઈ શકે છે. નવા ટેન્ડરોમાં જ સુધારેલા દર લાગુ કરવાને બદલે અગાઉથી કાર્યરત પાર્કિંગ કોન્ટ્રાક્ટરો સાથે પણ બેઠક યોજીને ચર્ચા કરવાનો અભિગમ અપનાવવામાં આવશે. જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવવામાં આવશે. જે અંતર્ગત કોર્પોરેશનને હાલમાં ચૂકવવામા આવતી લાયસન્સ ફીમાં કેટલો વધારો કરી શકાય તે અંગે કોન્ટ્રાક્ટરો સાથે પરામર્શ કરીને નિર્ણય લેવામાં આવશે. પ્રોરેટા મુજબ કરી નવી લાયસન્સ ફી નક્કી કરાશે જો અગાઉ કોઈ પાર્કિંગમાં પ્રતિ વાહન ₹ 10નો દર અમલમાં હોય અને નવી વ્યવસ્થામાં તે ₹ 15 કરવામાં આવે, તો આ વધારાને અનુરૂપ કોર્પોરેશનને મળતી હયાત લાયસન્સ ફીમાં પણ ફેરફાર કરવાનો થાય. જો કોઈ કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવામાં એક મહિનો બાકી કે એક વર્ષ સમય બાકી હોય તો બાકીના સમયગાળાને ધ્યાનમાં રાખીને હયાત લાયસન્સ ફીની ગણતરી પ્રોરેટા મુજબ કરી નવી લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ તમામ પાર્કિંગ સ્થળોએ સમાન દરની વ્યવસ્થા ઊભી કરવાનો અને કોર્પોરેશનની આવકમાં યોગ્ય વધારો કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News
    Next Article
    12થી 18 નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી:સુરત જિલ્લાની 6 વિધાનસભામાં સપ્તાહભર ચાલશે કાર્યક્રમો, માલીબા કેમ્પસમાં ‘જોહાર કેફે’ અને કરચેલીયામાં ‘શબરી બુથ’ શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment