Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી બોનસ નામે આવતી લિંકથી સાવધાન:અમદાવાદમાં બદલાયા પાર્કિંગના ચાર્જ, આડા સંબંધમાં નડતરરુપ ભાઈની હત્યા,આદિવાસીઓ પર મહેરબાન સરકાર

    9 hours ago

    આદિવાસીઓ માટે સરકારની જાહેરાતો બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ આદિવાસીઓ માટે સરકારની જાહેરાતો:નર્મદાના 13 ગામમાં 100% વન અધિકારપત્રનું લક્ષ્ય. 440 આદિવાસીને મળશે હક. 14 જિલ્લામાં જોહાર કેફે-શહેરી હાટ અને સહાય શરુ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'યુક્રેન મોરબીના સાહિલને છોડવા તૈયાર' યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેતા મોરબીના યુવક સાહિલ મજોઠીને છોડવા યુક્રેન તૈયાર. જો કે સાહિલના વકીલ દીપા જોસેફે દાવો કર્યો છે કે ભારત સરકાર રિપ્લાય નથી આપી.. વકીલે એસ.જયશંકર અને પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ એક મેઈલ કરી સાહિલને છોડાવી લે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવાળી બોનસના નામે આવતી લિંકથી સાવધાન દિવાળીમાં બોનસના નામે આવતી લિંકથી સાવધાન..પીએમ યોજનાના નામે 8 હજારના બોનસનો ફેક મેસજ ફરતો થયો. લિંક પર ક્લિક કરતા જ ખાતું ખાલી થઈ જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છઠ પૂજાની તડામાર તૈયારીઓ સુરતમાં તાપીના કિનારે આવેલા તમામ 18 ઘાટ પર છઠ પૂજાની તડામાર તૈયારીઓ..સાફ સફાઈ કરી 80થી વધુ વેદીઓ તૈયાર કરાઈ. ભીડ નિયંત્રિત કરવા 150થી વધુ સ્વયંસેવકો તૈનાત રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત 2જા નંબરે ધકેલાતા કુમાર કાનાણી વરસ્યા સ્વચ્છતામાં સુરત 2જા ક્રમે ધકેલાતા કુમાર કાનાણી વરસ્યા..કહ્યુ, મારી ચેતવણી સાચી ઠરી, અગાઉ પણ તંત્રને ચેતવ્યું હતું કે તંત્ર નહીં જાગે તો 1-3 નંબરમાં આવવાના પણ ફાફા પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોડ ઉપર અને બ્રિજ નીચે પાર્ક કરવા અલગ ચાર્જ અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા પાર્કિંગના નવા દરો જાહેર... વધારે ટ્રાફિક વાળા વિસ્તારમાં વાહન પાર્ક કરશો તો ડબલ ચાર્જ ચૂકવવો પડશે..રોડ ઉપર અને બ્રિજ નીચે પાર્ક કરવાનો ચાર્જ અલગ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધોલેરા-અમદાવાદ એક્સ્પ્રેસ વે પર અકસ્માત ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર કાર પલટી ખાઈ જતા અમદાવાદના દંપતીનું મોત નીપજ્યું.. 8 વર્ષની દીકરીની હાલત ગંભીર.. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આડાસંબંધમાં અડચણરૂપ બનતા ભાઈનું કાસળ કાઢ્યું સુરતના લસકાણામાં નાના ભાઈએ મોટા ભાઈની ગળુ દબાવી હત્યા કરી દીધી. ભાભી સાથે આડા સંબંધો હોવાથી ભાઈને રસ્તામાંથી હટાવી દીધો.. દિયર-ભાભી દોઢ મહિનાથી હત્યાનું પ્લાનિંગ કરતા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વળાંક લેતી વખતે બાઈક ઝાડ સાથે ભટકાતા બેનાં મોત મહેમદાબાદના આકલાયા ગામ નજીક વળાંક લેતી વખતે બાઈક ઝાડ સાથે અથડાઈ. જેમાં બાઈક સવાર બે યુવકોનાં મોત થયા..બંને વિક્રમ ઠાકોરના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર 18.2°C સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર..7 દિવસ તાપમાનમાં મોટા ફેરફારની કોઈ શક્યતા નથી. જો કે બાદમાં ઠંડી વધશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    અજમેરમાં ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મહિલા લપસી:ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, 11 સેકન્ડમાં RPF જવાનોએ ખેંચીને જીવ બચાવી લીધો
    Next Article
    પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ₹ 20નો વધારો કર્યો:21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 905 મળશે;જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment