Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં ₹ 20નો વધારો કર્યો:21 નવેમ્બરથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 905 મળશે;જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો

    10 hours ago

    પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરી દ્વારા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹ 20 નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવો ભાવ વધારો આગામી 21 નવેમ્બરથી અમલમાં મૂકવામાં આવશે, જેના કારણે ત્રણેય જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે. પ્રતિ કિલો ફેટે ₹ 885થી વધીને ₹ 905 થયો ભાવ પંચામૃત ડેરીના નિયામક મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ હાલમાં પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે ₹ 885 ચૂકવવામાં આવે છે. હવે 21 નવેમ્બરથી નવા ભાવ લાગુ થતા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹ 905 ચૂકવવામાં આવશે. પશુપાલનના વધતા ખર્ચ વચ્ચે ડેરી સંચાલકોના આ નિર્ણયથી પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે. 3 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને થશે સીધો લાભ પંચામૃત ડેરી સાથે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના હજારો દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ જોડાયેલી છે. દૂધના ખરીદ ભાવમાં કરવામાં આવેલા આ વધારાથી ત્રણેય જિલ્લાના 3 લાખથી વધુ દૂધ ઉત્પાદક પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. ડેરીના આ નિર્ણયથી ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે અને પશુપાલકોને દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી બોનસ નામે આવતી લિંકથી સાવધાન:અમદાવાદમાં બદલાયા પાર્કિંગના ચાર્જ, આડા સંબંધમાં નડતરરુપ ભાઈની હત્યા,આદિવાસીઓ પર મહેરબાન સરકાર
    Next Article
    Gujarat Breaking News | 5 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment