Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજમેરમાં ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મહિલા લપસી:ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, 11 સેકન્ડમાં RPF જવાનોએ ખેંચીને જીવ બચાવી લીધો

    8 hours ago

    અજમેર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ એક મહિલા મુસાફરના જીવ પર ભારે પડી શક્યો હોત. ટ્રેન ઝડપ પકડી ચૂકી હતી, તે દરમિયાન મહિલાનો પગ લપસી ગયો અને તે ટ્રેન સાથે ઘસડાતી પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચે બનેલા સાંકડી ગેપમાં પડી ગઈ. RPF પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે 10 નવેમ્બરે અજમેર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે મહિલા મુસાફરનો પગ લપસી ગયો અને તે પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ. મહિલાનું અડધું શરીર ગેપમાં ફસાઈ ગયું હતું અને ટ્રેન સતત આગળ વધી રહી હતી. તે દરમિયાન સ્થળ પર તહેનાત કોન્સ્ટેબલ સુરેન્દ્ર કુમાર અને નરેન્દ્ર કુમારે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત બહાર ખેંચી લીધી. બંને જવાનોની સતર્કતા અને તત્પરતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અકસ્માતથી લઈને મહિલાને સુરક્ષિત બહાર કાઢવા સુધીની સમગ્ર ઘટના કેદ થઈ છે. ટ્રેનની વચ્ચે ફસાઈ ગયેલી મહિલાની ઓળખ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના હુસૈનપુર ખ્વાબપુરની રહેવાસી રેશમા (39) તરીકે થઈ છે. તે બરેલી જવા માટે ટ્રેન પકડવા જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન ચાલવા લાગી ત્યારે તેમણે દોડીને કોચના દરવાજાનું હેન્ડલ પકડીને ચઢવાનો પ્રયાસ કર્યો. અચાનક બેલેન્સ બગડતાં પગ લપસી ગયો અને તે ટ્રેન સાથે ઘસડાતી નીચે પડી ગઈ હતી. ------------------------
    Click here to Read More
    Previous Article
    અમિતાભ બચ્ચનના બંગલાને ફરી ઉડાવી દેવાની ધમકી:20 દિવસમાં ત્રીજો ઈમેલ; તેમાં એરપોર્ટ, મેયર ઓફિસ અને PNB બ્રાન્ચનો પણ ઉલ્લેખ
    Next Article
    દિવાળી બોનસ નામે આવતી લિંકથી સાવધાન:અમદાવાદમાં બદલાયા પાર્કિંગના ચાર્જ, આડા સંબંધમાં નડતરરુપ ભાઈની હત્યા,આદિવાસીઓ પર મહેરબાન સરકાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment