Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિતાભ બચ્ચનના બંગલાને ફરી ઉડાવી દેવાની ધમકી:20 દિવસમાં ત્રીજો ઈમેલ; તેમાં એરપોર્ટ, મેયર ઓફિસ અને PNB બ્રાન્ચનો પણ ઉલ્લેખ

    7 hours ago

    મુંબઈમાં ગુરુવારે સવારે ફરી એકવાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમેલ સવારે 10:52 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. તેના વિષયમાં PNBની મુંબઈ શાખામાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાની વાત લખવામાં આવી હતી. ઈમેલમાં 27 નવેમ્બર અને 31 ડિસેમ્બર સહિતની અનેક તારીખોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ઈમેલમાં મુંબઈની અનેક બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જલસાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો 20 દિવસમાં આ ત્રીજો ઈમેલ છે. જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકી ઈમેલમાં ખાલિસ્તાન અને કથિત સંગઠન ખાલિસ્તાન નેશનલ આર્મીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈમેલ મોકલવા માટે reduak079@gmail.com એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ PNBની મુંબઈ ઝોનલ ઓફિસ, કફ પરેડ સ્થિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને દક્ષિણ મુંબઈની ઝવેરી બજાર શાખાને મોકલવામાં આવ્યો હતો. હાલમાં ધમકીની વિશ્વસનીયતા અને ઈમેલ મોકલનારની વાસ્તવિક ઓળખની પુષ્ટિ થઈ નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રિટેલ મોંઘવારી 6.09%, 12 મહિનામાં સૌથી વધુ:RBIની નક્કી કરેલી લિમિટ 6%થી ઉપર નીકળી; ડુંગળી, દૂધ, ઈંડા સહિત ખાવા-પીવાની ચીજો મોંઘી થવાનું કારણ
    Next Article
    અજમેરમાં ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મહિલા લપસી:ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, 11 સેકન્ડમાં RPF જવાનોએ ખેંચીને જીવ બચાવી લીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment