Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં દિવાળી-નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં નાગરિકો, આગેવાનો અને પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    11 hours ago

    સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ મિલ ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સિદ્ધપુર સ્થિત ગોકુલ મિલ પરિસરમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારના નાગરિકો, સામાજિક વડીલો, શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટી લોકો એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે એકત્રિત થયા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિદ્ધપુર શહેર, તાલુકા અને જિલ્લાના વિવિધ સંગઠનના પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ પરસ્પર મુલાકાત કરીને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આવા સ્નેહમિલનના પ્રસંગો પરસ્પરના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં એકતા, આત્મીયતા તથા સહકારની ભાવનાને નવી ઊર્જા પૂરી પાડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકોનો સ્નેહ, વિશ્વાસ અને વડીલોના આશીર્વાદ સમાજસેવાના કાર્યોમાં હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. અંતમાં, તેમણે નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને નવી સફળતાઓ લઈને આવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સર.ટી. હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ભાગવા જતા હત્યાના આરોપીને ઈજા:પંચનામા સમયે ઝાડીમાં સંતાડેલી છરી વડે પોતાની જાતને ઘા માર્યા, હાલ સારવાર હેઠળ
    Next Article
    મણિનગરના કુમકુમ મંદિરમાં અન્નકૂટોત્સવ યોજાયો:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું, અન્નકૂટનાં દર્શન કરનારને અંતકાળે ભગવાન તેડવા આવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment