Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગરના કુમકુમ મંદિરમાં અન્નકૂટોત્સવ યોજાયો:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું, અન્નકૂટનાં દર્શન કરનારને અંતકાળે ભગવાન તેડવા આવે છે

    12 hours ago

    અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમમાં નૂતન વર્ષે અન્નકૂટ ધરાવવામાં આવ્યો. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનપ્રાણ સ્વામીબાપાને અન્નકૂટ ધરાવાયો. અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો. મંદિરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે ભાગવત પુરાણ પ્રમાણે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટોત્સવ શરૂ થયો હતો. શ્રીકૃષ્ણ ભગવાને આ ઉત્સવ શરૂ કરાવ્યો હતો. ત્યારથી હિન્દુ ધર્મમાં અન્નકૂટોત્સવ ઉજવાય છે. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ઘરનો ત્યાગ કર્યા પછી નીલકંઠવર્ણી રૂપે વિચરણ કર્યું હતું. તેઓ લોજ આવ્યા બાદ સંવત 1857માં કારતક સુદ-1ના રોજ પ્રથમ અન્નકૂટોત્સવ યોજાયો હતો. આ ઉત્સવ તેમના ગુરુ રામાનંદસ્વામીનું માંગરોળમાં સદાવ્રત ચાલતું હતું ત્યાં યોજાયો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટોત્સવ ઉજવાય છે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં દિવાળી-નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં નાગરિકો, આગેવાનો અને પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    15મીએ યશવંતરાય નાટ્યગૃહમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે:ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉજવણીનું વિશેષ આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment