Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર.ટી. હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ભાગવા જતા હત્યાના આરોપીને ઈજા:પંચનામા સમયે ઝાડીમાં સંતાડેલી છરી વડે પોતાની જાતને ઘા માર્યા, હાલ સારવાર હેઠળ

    11 hours ago

    પાલીતાણાના ભંડારીયા ગામે થયેલી યુવકની કરપીણ હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ ભાવનગરની સર.ટી. હોસ્પિટલના કેદી વોર્ડમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પટકાઈ પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. અગાઉ ડિસ્કવરી પંચનામા દરમિયાન ઝાડીમાં સંતાડેલી છરી વડે પોતાની જાતને ઘા મારી આપઘાતનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચ, નિલમબાગ અને જેસર પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યો હતો. સમાધાનના બહાને વાડીએ લઈ જઈ યુવકની કરપીણ હત્યા કરાઈ હતી પાલીતાણાના ભંડારીયા ગામે રહેતા અનક કામળીયાને આજ ગામમાં રહેતા કનુ દેસાઈ સાથે ત્રણેક માસ પહેલા ઝધડો થયો હતો. આ બાબતે બન્ને વચ્ચે મનદુખ ચાલતું હતું. દરમિયાન ગત 1 નવેમ્બર, 2026ના રોજ અનક કામળીયા અને શક્તિરાજ કામળીયા બન્ને વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે અગાઉના મનદુખનું સમાધાન કરવાના બહાને કનુ અને ભયલુ દેસાઈ વાડીએ લઈ ગયા હતાં. અહીં કનુ, ભયલુ અને રાજુ દેસાઈએ જીવલેણ હુમલો કરી અનકને આડેધઢ છરી અને ધારીયાના ઘા મારી હત્યા કરી હતી. જે મામલે શક્તિરાજ કામળીયાએ ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કનુ દોલુભાઈ દેસાઈ, ભયલુ ભાણભાઈ દેસાઈ, રાજુ દોલુભાઈ દેસાઈની ધરપકડ કરી હતી. પંચનામા વેળાએ આપઘાતનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાંથી ભાગવા જતાં ખાબક્યો 3 નવેમ્બરના રોજ આરોપીઓને પોલીસ જાપ્તા હેઠળ બનાવ સ્થળે ડિસ્કવરી પંચનામા માટે લઈ જવાતા પોલીસ જાપ્તા વચ્ચે જ ભયલુ દેસાઈએ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી ઝાંડી ઝાખરામાંથી કાઢી પોતાના પેટના ભાગે તેમજ અન્ય ભાગો પર મારી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ કેદી વોર્ડમાં સારવારમાં રખાયો હતો. આ દરમિયાન આજે સવારે કેદી વોર્ડમાં ફરજ પર રહેલા પોલીસ જવાનોની નજર ચુકવી ભયલુ દેસાઈએ ભાગવાનો પ્રયાસ કરતા સર.ટી. હોસ્પિટલ પરિસરમાં પોતે ખાબક્યો હતો, જેના પગલે તેને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાને લઈ લોકલ ક્રાઈમ બ્રાંચ, નિલમબાગ પોલીસ અને જેસર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટના અનુસંધાને પાલીતાણાના ડિવાય.એસ.પી મિહીર બારીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ કે, ભયલુ સહિતના આરોપીઓનું 3જી તારીખે જેલ વોરન્ટ ભરાવાનું હતુ, પરંતુ ઈજા પહોંચાડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    શ્રી શ્રી રવિશંકરની ગુજરાત મુલાકાતમાં અનેક કાર્યક્રમો યોજાયા:વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણમાં 6થી 13 નવેમ્બર સુધી આધ્યાત્મિકતા, ભક્તિ અને જ્ઞાનનો ભવ્ય મહોત્સવ યોજાયો
    Next Article
    સિદ્ધપુરમાં દિવાળી-નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની હાજરીમાં નાગરિકો, આગેવાનો અને પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment