Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાકિનારે પ્રાચીન મૂર્તિઓ જેવા અવશેષો મળતા કુતૂહલ ફેલાયું.:માંગરોળ નજીક મકતુપુરના દરિયાકિનારેથી નંદી અને કાચબા આકારના પ્રાચીન ખંડિત અવશેષો મળ્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ,

    3 दिन पहले

    ​માંગરોળ તાલુકાના મકતુપુરના દરિયાકિનારે આવેલી ખાડમાંથી નંદીજી અને કૂર્મ એટલે કે કાચબા આકારના જણાતા પથ્થરના પ્રાચીન ખંડિત અવશેષો મળી આવ્યા છે. આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે શું આ દરિયાની ગોદમાં કોઈ પ્રાચીન મંદિર કે ઐતિહાસિક વારસો ધરબાયેલો હશે, કે પછી કુદરતી ધોવાણના કારણે આ અવશેષો બહાર આવ્યા છે? ​માંગરોળથી દરિયા કિનારે ફરવા જતા સહેલાણીઓ દ્વારા ઓટના સમયે દરિયાનું પાણી દૂર હોવાને કારણે આ કોતરણીવાળા દ્રશ્યો જોવામાં આવ્યા હતા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ રહસ્યમય ઘટનાને પગલે માંગરોળના દરિયાકિનારે કોઈ છુપાયેલો પ્રાચીન ઇતિહાસ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ન થતાં પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થળની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી છે. ​આ સમગ્ર મામલે જ્યારે ડેપ્યુટી મામલતદાર એમ.એન. ચોટીયારા અને તાલુકા વિકાસ અધિકારી મહેશ ચૌહાણ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં આ મામલો વાયરલ થતાં જ તે તંત્રના ધ્યાને આવ્યો હતો. હાલમાં આ મામલે પુરાતત્વ વિભાગ દ્વારા આ તમામ અવશેષોને તેની સાચી ઓળખ અને ચકાસણી માટે લઈ જવામાં આવ્યા છે, જો કે સ્થાનિક તંત્ર પાસે આ વિશે હાલ વધુ કોઈ વિશેષ વિગતો કે ખ્યાલ ઉપલબ્ધ નથી
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં જ્ઞાન પંચમીએ પ્રાચીન જ્ઞાન-વારસાનું ઐતિહાસિક પ્રદર્શન:આચાર્ય વિજયસુરેન્દ્રસુરી જૈન તત્વજ્ઞાનશાળામાં ચોખાના દાણા પર નવકાર મંત્ર અને હાથીદાંતની દુર્લભ કલાકૃતિઓના દર્શન થશે
    Next Article
    દિવાળીના ત્રણ દિવસમાં ભરૂચમાં 404 ઈમરજન્સી કેસ નોંધાયા:નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56%નો વધારો; 108ની ટીમે સતત સેવા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment