Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં જ્ઞાન પંચમીએ પ્રાચીન જ્ઞાન-વારસાનું ઐતિહાસિક પ્રદર્શન:આચાર્ય વિજયસુરેન્દ્રસુરી જૈન તત્વજ્ઞાનશાળામાં ચોખાના દાણા પર નવકાર મંત્ર અને હાથીદાંતની દુર્લભ કલાકૃતિઓના દર્શન થશે

    3 days ago

    જૈન દર્શનમાં સમ્યક જ્ઞાનનું અત્યંત વિશેષ મહત્વ રહેલું છે. મોહના ગાઢ અંધકારને દૂર કરવા અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે સમ્યક જ્ઞાન એ જ એકમાત્ર શ્રેષ્ઠ માર્ગ છે. જૈન ધર્મીઓ કારતક સુદ-5 ના પવિત્ર દિવસને 'જ્ઞાન પંચમી' તરીકે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. પ્રદર્શનનું સ્થળ અને સમય જ્ઞાન પંચમીના પાવન અવસરે આગામી શનિવાર, તારીખ 14/11/2026 ના રોજ સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી એક ભવ્ય અને ઐતિહાસિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અમદાવાદના નારણપુરા રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી આચાર્ય વિજયસુરેન્દ્રસુરી જૈન તત્વજ્ઞાનશાળા ખાતે યોજાશે. તપાગચ્છાધિપતિ આચાર્ય વિજયરામસૂરીશ્વરજી (ડહેલાવાળા) મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી ચાલતી આચાર્ય વિજયસૂરેન્દ્રસુરી જૈન તત્ત્વજ્ઞાન શાળાના તત્ત્વાવધાનમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. 200 થી 500 વર્ષ પ્રાચીન દુર્લભ કલાકૃતિઓ આ ઐતિહાસિક પ્રદર્શનમાં જ્ઞાનના 200 થી 500 વર્ષ જૂના અને અત્યંત દુર્લભ વિવિધ ઉપકરણો તેમજ પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને ગ્રંથો નિહાળવા મળશે. આ ઉપરાંત હાથીદાંત, સ્ફટિક અને વિવિધ રત્નોમાંથી કંડારવામાં આવેલી પ્રભુજીની મનમોહક મૂર્તિઓ, ચાંદીની પાદુકાઓ તેમજ હાથીદાંત પર સૂક્ષ્મ રીતે કોતરેલા પ્રભુજીના જીવનના વિવિધ પ્રસંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે. સૂક્ષ્મ કોતરણી અને પવિત્ર માળાઓના દર્શન પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ચોખાના નાનકડા દાણા પર કરવામાં આવેલી અદ્ભુત કોતરણી છે, જેમાં પ્રભુજીની પ્રતિકૃતિ ઉપરાંત 'ધર્મલાભ', 'હેપી બર્થડે' અને 'નવકાર મંત્ર' જેવા વિવિધ શબ્દો કંડારાયેલા જોવા મળશે. સાથોસાથ સુખડના લાકડામાંથી કોતરેલી સરસ્વતી દેવી તેમજ અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓ અને રુદ્રાક્ષ, સ્ફટિક વગેરે પવિત્ર દ્રવ્યોમાંથી બનાવેલી વિવિધ માળાઓના દર્શનનો લ્હાવો પણ ભાવિકો લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં:19 પિયર પર સાબરકાંઠાના પ્રવાસન સ્થળોની ઝાંખી જોવા મળશે; ₹18 કરોડના ખર્ચે તૈયાર થયો; 700 મીટર લાંબો બ્રિજ
    Next Article
    દરિયાકિનારે પ્રાચીન મૂર્તિઓ જેવા અવશેષો મળતા કુતૂહલ ફેલાયું.:માંગરોળ નજીક મકતુપુરના દરિયાકિનારેથી નંદી અને કાચબા આકારના પ્રાચીન ખંડિત અવશેષો મળ્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment