Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં:19 પિયર પર સાબરકાંઠાના પ્રવાસન સ્થળોની ઝાંખી જોવા મળશે; ₹18 કરોડના ખર્ચે તૈયાર થયો; 700 મીટર લાંબો બ્રિજ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જૂની સિવિલ સર્કલથી છાપરિયા ચાર રસ્તા સુધીના 700 મીટર લાંબા દુર્ગા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ બ્રિજનું કામ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, ત્યારબાદ બ્રિજ વાહનવ્યવહાર માટે શરૂ કરી શકાશે. જૂની સિવિલ સર્કલથી દુર્ગા બજાર થઈને છાપરિયા સુધી જતા આ બ્રિજ માટે અંદાજે ₹ 18 કરોડની મંજૂરી મળી હતી, જેમાં દુર્ગા બજાર તરફનો ભાગ તૈયાર થઈ ગયો છે અને સિવિલ તરફનું કામ ચાલુ છે. 19 પિયર પર જિલ્લાના પ્રવાસન સ્થળોનાં ચિત્રો બ્રિજના નીચેના ભાગમાં રંગકામની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત બ્રિજના 19 પિયર પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દુર્ગા બજાર તરફના પિયર પર સાબરકાંઠા જિલ્લાના જાણીતા અને ઐતિહાસિક સ્થળોનાં ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર, ખેડબ્રહ્મા અને શામળાજી મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નાગરિકોમાં સામાજિક જાગૃતિ લાવતા ચિત્રો તેમજ મંદાકિની વિશ્વના અવકાશી દૃશ્યનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. દીવાલ અને રેમ્પના નિર્માણ બાદ પેઇન્ટિંગ થશે હાલમાં સિવિલ સર્કલ તરફના ભાગમાં બ્રિજ પર રંગકામની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં બ્રિજની બાજુની દીવાલ અને રેમ્પ બનાવવાનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બાંધકામની આ કામગીરી સંપૂર્ણપણે પૂરી થયા બાદ સિવિલ તરફના પિયર પર પણ આકર્ષક પેઇન્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેનાથી શહેરની શોભામાં વધારો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા માટે દિવાળી ભારે!, 8 દિવસમાં 35 લોકોના મોત:SSG હોસ્પિટલમાં અકસ્માતના 135 અને મારામારીના 59 કેસ નોંધાયા
    Next Article
    અમદાવાદમાં જ્ઞાન પંચમીએ પ્રાચીન જ્ઞાન-વારસાનું ઐતિહાસિક પ્રદર્શન:આચાર્ય વિજયસુરેન્દ્રસુરી જૈન તત્વજ્ઞાનશાળામાં ચોખાના દાણા પર નવકાર મંત્ર અને હાથીદાંતની દુર્લભ કલાકૃતિઓના દર્શન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment