Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા માટે દિવાળી ભારે!, 8 દિવસમાં 35 લોકોના મોત:SSG હોસ્પિટલમાં અકસ્માતના 135 અને મારામારીના 59 કેસ નોંધાયા

    1 day ago

    વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં દિવાળીના તહેવારોની ઉજવણીના ઉત્સાહ વચ્ચે દુર્ઘટનાઓ અને અનિચ્છનીય બનાવોનો સિલસિલો પણ જોવા મળ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી (SSG) હોસ્પિટલ દ્વારા તહેવારોના આઠ દિવસ દરમિયાન નોંધાયેલા મેડિકો-લીગલ અને ઇમરજન્સી કેસોના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતના 135 કેસ નોંધાયા છે, જ્યારે વિવિધ દુર્ઘટનાઓ અને ગંભીર ઈજાઓને કારણે કુલ 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. માર્ગ અકસ્માતના 135 કેસ સારવાર અર્થે નોંધાયા SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસર એન.એસ. પટેલના જણાવ્યા અનુસાર, તહેવારોની ખરીદી અને હરવા-ફરવાના ઉત્સાહમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન તથા બેફામ વાહન ચલાવવાના કારણે શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોમાં મોટો ઉછાળો આવ્યો હતો, જેમાં 135 જેટલા ગંભીર કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, સામાન્ય બાબતોમાં ઉશ્કેરાટ અને જૂની અદાવતને કારણે મારામારી તેમજ જૂથ અથડામણના બનાવોમાં કુલ 59 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિવિધ કારણોસર 35ના મોત, ફટાકડાથી દાઝવાના 5 કેસ તહેવારની શરૂઆતથી અત્યાર સુધીમાં અલગ-અલગ અકસ્માતો, ગંભીર ઈજાઓ અને અન્ય અનિચ્છનીય બનાવોમાં કુલ 35 લોકોના મોત નિપજતાં 35 પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, ફટાકડા ફોડતી વખતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે દાઝવાના પણ કુલ 5 કેસ નોંધાયા હતા. જોકે, તહેવારોની રજાઓ હોવા છતાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી વિભાગની ટીમે સતત ખડેપગે રહીને તમામ દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા “સનાતન દિવ્ય જ્યોત” રંગોળીનું સર્જન:વિશ્વમાં સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રજ્વલિત થાય અને સર્વત્ર શાંતિની સ્થાપના થાય તેવા ઉમદા હેતુ સાથે રંગોળીનું નિર્માણ
    Next Article
    હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં:19 પિયર પર સાબરકાંઠાના પ્રવાસન સ્થળોની ઝાંખી જોવા મળશે; ₹18 કરોડના ખર્ચે તૈયાર થયો; 700 મીટર લાંબો બ્રિજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment