Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા “સનાતન દિવ્ય જ્યોત” રંગોળીનું સર્જન:વિશ્વમાં સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રજ્વલિત થાય અને સર્વત્ર શાંતિની સ્થાપના થાય તેવા ઉમદા હેતુ સાથે રંગોળીનું નિર્માણ

    19 hours ago

    મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરના ચોકમાં “સનાતન દિવ્ય જ્યોત” નામની અત્યંત સુંદર અને કલાત્મક રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રંગોળી સનાતન ધર્મની આધ્યાત્મિકતા, દિવ્યતા અને ભારતીય સંસ્કૃતિનું અનોખું પ્રતીક બની છે. આ રંગોળીના માધ્યમથી સનાતન ધર્મના શાશ્વત સંદેશને અત્યંત કલાત્મક રીતે જનમાનસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. વિશ્વશાંતિ અને સર્વજીવ કલ્યાણનો ઉમદા ઉદ્દેશ આ કલાત્મક રંગોળી તૈયાર કરવા પાછળનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રજ્વલિત થાય અને અત્ર-તત્ર, સર્વત્ર શાંતિની સ્થાપના થાય તેવો છે. આ ઉપરાંત, સમગ્ર વિશ્વના સર્વે પ્રાણીમાત્ર સુખ અને શાંતિપૂર્વક જીવન જીવી શકે તેવો ઉમદા સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંતોના માર્ગદર્શન હેઠળ કલાત્મક સર્જન આ ભવ્ય ધાર્મિક અને કલાત્મક કાર્ય માટે મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીની વિશેષ પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે. મંદિર પરિસરમાં તૈયાર થયેલી આ રંગોળી સનાતન સંસ્કૃતિના ગૌરવની સાથે-સાથે વિશ્વશાંતિ અને સર્વજીવ કલ્યાણનો પવિત્ર સંદેશ પ્રસરાવી રહી છે, જે દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પછીના પ્રથમ ગુરુવારે ઊન સાઈબાબા મંદિરે ભીડ:મીની શિરડી તરીકે જાણીતા મંદિરે 15 હજારથી વધુ ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો
    Next Article
    વડોદરા માટે દિવાળી ભારે!, 8 દિવસમાં 35 લોકોના મોત:SSG હોસ્પિટલમાં અકસ્માતના 135 અને મારામારીના 59 કેસ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment