Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોખાનો લોટ, કેક મિક્સની આડમાં સોનાની દાણચોરી:મુંબઈ એરપોર્ટ પર 15 કરોડ રૂપિયાનું સોનું પકડાયું: ત્રણ તસ્કરની ધરપકડ

    14 hours ago

    સોનાની દાણચોરી પર સતત કાર્યવાહી ચાલુ રાખતાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના મુંબઈ ઝોનલ યુનિટે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી આવતા ત્રણ ભારતીય મુસાફરો પાસેથી કરોડો રૂપિયાનું દાણચોરીથી લવાયેલું સોનું જપ્ત કર્યું છે. ડીઆરઆઈ દ્વારા મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ની સંચાલન સહાયથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તસ્કરોના સામાનની બારીકાઈથી તપાસમાં દાણચોરીનું સોનું છુપાવવાની એક ખૂબ જ આધુનિક અને અસામાન્ય પદ્ધતિ બહાર આવી, જેમાં વિદેશી મૂળના સોનાને બારીક પાઉડરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને પકડાઈ જવાનું ટાળવા માટે સમાન રંગ, પોત અને સુસંગતતાના પેકેજ્ડ ખાદ્ય ઉત્પાદનો સાથે કાળજીપૂર્વક ભેળવવામાં આવ્યું હતું. દૂધ પાઉડર, ઓટ્સ, વિવિધ લોટ, ન્યુટેલા અને કોપરાની ભૂકી જેવા સામાન્ય ખાદ્ય પેકેટોમાં ગોલ્ડ ડસ્ટ છુપાવેલું મળી આવ્યું હતું. ત્રણ મુસાફરોના સામાનમાંથી ગોલ્ડ ડસ્ટ સાથે મિશ્રિત આશરે 33.50 કિલો ખાદ્ય ઉત્પાદનો મળી આવ્યાં હતાં. આ સોનાને કાળજીપૂર્વક અલગ કરાયું અને ચકાસણી કરાતાં 9.40 કિલો વિદેશી મૂળનું સોનું મળી આવ્યું, જેની કિંમત આશરે રૂ. 14.81 કરોડ થાય છે. આ સોનું કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન ત્રણેય મુસાફરોએ એક જ સંગઠિત સોનાની દાણચોરી સિન્ડિકેટ વતી કામ કરવાની કબૂલાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પર્યાવરણ જનજાગૃતિ:અંધેરી, ઘાટકોપર, કરી રોડના ગણપતિને મહાપાલિકાનો શ્રી ગણેશ ગૌરવ પુરસ્કાર
    Next Article
    સિટી એન્કર:ઘાટકોપરમાં ‘વર્ધમાન તપ’ની 100મી ઓળીનો અભૂતપૂર્વ તપોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment