Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની જાસૂસી કરવાનો પ્રયાસ:પૂર્વ રાષ્ટ્રપતિ જોકોવીના નજીકના લોકોની ધરપકડ, પુત્રએ પણ ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યું

    17 hours ago

    ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોનો ફોન ટેપ કરીને જાસૂસી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે પૂર્વ પોલીસ પ્રમુખ લિસ્ત્યો સિગિત સહિત ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડો એટલે કે જોકોવીના નજીકના માનવામાં આવે છે. આ દરમિયાન ગુરુવારે જોકોવીના પુત્ર અને ઉપરાષ્ટ્રપતિ ગિબ્રાન રાકાબુમિંગ રાકાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમની શૈક્ષણિક લાયકાત સાથે જોડાયેલા દસ્તાવેજો પર સવાલો ઉઠી રહ્યા હતા. ગિબ્રાન વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી. મોટા નેતાઓ અને અધિકારીઓની પણ જાસૂસી થઈ રહી હતી ઇન્ડોનેશિયાના પોલીસ પ્રમુખ જનરલ સુયુડી આરિયો સેટોએ સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ ઉપરાંત ઘણા મોટા નેતાઓ, સરકારી અધિકારીઓ અને સામાજિક કાર્યકરોના ફોન અને વાતચીત પર પણ ગેરકાયદેસર રીતે નજર રાખવામાં આવી હતી. પોલીસનો આરોપ છે કે રાષ્ટ્રપતિની ફોન પરની વાતચીતનું રેકોર્ડિંગ ડિલિટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જાસૂસી 2025થી 2026 વચ્ચે કરવામાં આવી હતી. તે સમયે લિસ્ત્યો દેશના પોલીસ પ્રમુખ હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે પોલીસના કાનૂની વિભાગના વડા અહરી સોન્તા નસુતિયોને ઓક્ટોબરમાં રાષ્ટ્રપતિની ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ભૂંસી નાખવાની મંજૂરી માંગી હતી. આરોપ છે કે વરિષ્ઠ પોલીસ અધિકારી સલામેત ઉલિયાંદીએ તેની મંજૂરી આપી અને રેકોર્ડિંગ કાઢી નાખ્યું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જોકોવી રાષ્ટ્રપતિની જાસૂસી કરાવવામાં સામેલ હતા કે નહીં. તેઓ આ મામલે હાલ આરોપી પણ નથી. જાસૂસી કાંડ બાદ રાજધાનીમાં 20 હજાર સૈનિકો તહેનાત મામલો સામે આવ્યા બાદ સરકારે રાજધાની જકાર્તામાં સાવચેતીના પગલા તરીકે 20 હજાર સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. મોટાભાગના સૈનિકોને બેરેકમાં જ રાખવામાં આવ્યા છે અને રસ્તાઓ પર સેનાની મોટી હાજરી જોવા મળતી નથી. ઇન્ડોનેશિયામાં સેના અને પોલીસ વચ્ચે પહેલેથી જ તણાવ રહ્યો છે. 1999માં પોલીસને સેનાથી અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઘણી વખત હિંસક અથડામણો થઈ ચૂકી છે. જોકોવીના કાર્યકાળ દરમિયાન પોલીસનો પ્રભાવ વધુ હતો, જ્યારે પ્રબોવો સેનાના પૂર્વ જનરલ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચે વધતો વિવાદ સેના અને પોલીસ વચ્ચેના તણાવને પણ વધારી શકે છે. ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકીય સંકટ વધ્યું ઇન્ડોનેશિયાની સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરે કહ્યું હતું કે ગિબ્રાને હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યા વિના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર બાદ સંસદના 120થી વધુ સભ્યોએ તેમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માગ કરી હતી. તપાસ દરમિયાન ગિબ્રાને રાજીનામું આપવાની ઓફર કરી. આ મામલો રાષ્ટ્રપતિની જાસૂસીથી અલગ છે, પરંતુ તેના કારણે પ્રબોવો અને જોખોવી વચ્ચેનું રાજકીય અંતર વધી ગયું છે. ગિબ્રાનનું ઉપરાષ્ટ્રપતિ બનવું જોખોવી અને વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો વચ્ચે થયેલા રાજકીય સમજૂતીનો ભાગ હતું. જોકે, બંને વચ્ચે કોઈ લેખિત કે ઔપચારિક સમજૂતી થઈ નહોતી. ઇન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જોખોવી 2014થી 2024 સુધી સતત બે વખત રાષ્ટ્રપતિ રહ્યા. બંધારણ મુજબ કોઈ વ્યક્તિ માત્ર બે વખત જ રાષ્ટ્રપતિ બની શકે છે. તેથી 2024માં જોખોવી ત્રીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકતા નહોતા. પ્રબોવો બે વખત જોખોવી સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ચૂક્યા હતા. ત્યારબાદ તેમણે જોખોવી સાથે મળીને ચૂંટણી લડી અને જીત મેળવી. પ્રબોવોએ જોખોવીના પુત્ર ગિબ્રાનને પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા. જેના કારણે જોખોવીના સમર્થકો પણ પ્રબોવો સાથે જોડાઈ ગયા. હવે ગિબ્રાન સરકારથી અલગ થાય તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. જાસૂસી કરનારાઓને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે પોલીસ પ્રમુખ સુયુડી આરિયો સેટોએ સંસદને જણાવ્યું કે આરોપીઓ સામે ગેરકાયદેસર દેખરેખ, રેકોર્ડિંગ અને ડેટા ડિલીટ કરવા સંબંધિત કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ડોનેશિયાના નવા ફોજદારી કાયદાની કલમ 258 હેઠળ દોષીત ઠર્યા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. બીજી તરફ, માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે સમગ્ર મામલાની તપાસ કરાવવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે સરકાર ફોન ટેપિંગનો ઉપયોગ લોકોને ડરાવવા અને વિરોધીઓનો અવાજ દબાવવા માટે પણ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'વશ 2' એક્ટ્રેસ મોનલે થાઈરોઈડ કેન્સરને માત આપી:સર્જરી બાદ શેર કર્યો અનુભવ, કહ્યું- 'બાદ મેં દેખતે હૈં' કહેવાનું બંધ કરો ને સ્વાસ્થ્ય પર ધ્યાન આપો'
    Next Article
    દિવાળી પછીના પ્રથમ ગુરુવારે ઊન સાઈબાબા મંદિરે ભીડ:મીની શિરડી તરીકે જાણીતા મંદિરે 15 હજારથી વધુ ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment