Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વશ 2' એક્ટ્રેસ મોનલે થાઈરોઈડ કેન્સરને માત આપી:સર્જરી બાદ શેર કર્યો અનુભવ, કહ્યું- 'બાદ મેં દેખતે હૈં' કહેવાનું બંધ કરો ને સ્વાસ્થ્ય પર ધ્યાન આપો'

    17 hours ago

    ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવનાર મોનલ ગજ્જર હાલમાં પોતાના એક સોશિયલ મીડિયા વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેના ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તેમાં મોનલે ખુલાસો કર્યો કે તે પેપિલરી થાઈરોઈડ કાર્સિનોમા (એક પ્રકારનું થાઈરોઈડ કેન્સર)ની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી અને તાજેતરમાં જ સર્જરી કરવામાં આવી. "સફળતા કરતાં સારું સ્વાસ્થ્ય સૌથી વધુ જરૂરી" મોનલ ગજ્જરે પોતાની આ મુશ્કેલ જર્ની વિશે વાત કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ નવા વર્ષે તે દરેક માટે થોડી અલગ શુભેચ્છા પાઠવવા માંગે છે. તેણે લખ્યું: "સફળતા, સિદ્ધિઓ કે ભૌતિક વસ્તુઓ કરતાં પણ વધુ, હું તમારા બધા માટે સારા સ્વાસ્થ્ય, શાંત મન અને પોતાની સંભાળ રાખવાની શક્તિની પ્રાર્થના કરું છું." 'બાદ મેં દેખતે હૈં'ની આદત છોડવાની અપીલ પોતાની બીમારી અને સર્જરીના અનુભવને યાદ કરતાં મોનલે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની ખાસ અપીલ કરી છે. તેણે કહ્યું કે, “પેપિલરી થાઈરોઈડ કાર્સિનોમા અને સર્જરીના મારા તાજેતરના અનુભવે મને યાદ અપાવ્યું છે કે આપણે કેટલી સરળતાથી આપણા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરી દઈએ છીએ. ચાલો હવે આપણે 'બાદ મેં દેખતે હૈં' (પછી જોઈશું) કહેવાનું બંધ કરીએ અને પોતાને પ્રાથમિકતા આપવાનું શરૂ કરીએ.” ફેન્સને આપ્યો ખાસ સંદેશ મોનલે વધુમાં જણાવ્યું કે, પોતાની આ સફર શેર કરવા પાછળ તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે કોઈ વ્યક્તિ પોતાનું પેન્ડિંગ મેડિકલ ચેક-અપ કરાવે, પોતાના શરીરના સંકેતોને સાંભળે અને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લે. પોસ્ટના અંતે તેણે "HEALTH BEFORE EVERYTHING" લખીને સૌને સ્વસ્થ અને ખુશહાલ રહેવાનો સંદેશ આપ્યો હતો. મોનલની આ હિંમતભરી પોસ્ટ સામે આવ્યા બાદ ગુજરાતી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો તેમજ તેના ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે અને તેની હિંમતને બિરદાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોથી લઈને 'બિગ બોસ' સુધીની સફર મૂળ અમદાવાદની ગુજરાતી ગર્લ મોનલ ગજ્જરે 'રેવા', 'ફેમિલી સર્કસ', ‘થઈ જશે!’, 'વિક્કીડાનો વરઘોડો' અને 'વશ 2' જેવી સુપરહિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીત્યા છે. ઉપરાંત તેણે તેલુગુ ફિલ્મ 'સુદિગાડુ' થી ટોલિવૂડમાં પણ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેલુગુ 'બિગ બોસ સીઝન 4' માં ભાગ લઈને તે ઘરે-ઘરે જાણીતી બની હતી. શોમાં તેના અંદાજ અને કો-કન્ટેસ્ટન્ટ અખિલ સાથેની તેની કેમિસ્ટ્રીએ ભારે હેડલાઇન્સ બનાવી હતી. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ તેણે અનેક ટીવી શોમાં જજ તરીકે અને સ્પેશિયલ અપિયરન્સ આપીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. આગામી સમયમાં ક્રિશમસ પર તેની ફિલમ ‘હું અને આનંદ’ સાથે તે ફરી મોટા પડદા પર જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ઓક્ટોબરમાં મોંઘવારી 6% રહી શકે છે:ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધવાની અસર, સપ્ટેમ્બરમાં તે 5.54% પર હતી
    Next Article
    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની જાસૂસી કરવાનો પ્રયાસ:પૂર્વ રાષ્ટ્રપતિ જોકોવીના નજીકના લોકોની ધરપકડ, પુત્રએ પણ ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment