Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્ટોબરમાં મોંઘવારી 6% રહી શકે છે:ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધવાની અસર, સપ્ટેમ્બરમાં તે 5.54% પર હતી

    16 hours ago

    આજે એટલે કે 12 નવેમ્બરે ઑક્ટોબર મહિનાના રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થશે. નિષ્ણાતો અનુસાર ઑક્ટોબરમાં ભારતમાં રિટેલ મોંઘવારી લગભગ 6% રહેવાની અપેક્ષા છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 5.54% રહી હતી. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થો અને શાકભાજીના વધેલા ભાવ છે. મોંઘવારી કેવી રીતે ઘટે-વધે છે? મોંઘવારીમાં થતો વધારો-ઘટાડો પ્રોડક્ટની માગ અને પુરવઠા પર આધાર રાખે છે. જો લોકો પાસે વધુ પૈસા હશે તો તેઓ વધુ વસ્તુઓ ખરીદશે. તેનાથી વસ્તુઓની માગ વધશે અને પુરવઠો નહીં હોય તો તેમની કિંમત વધશે. બીજી તરફ, જો માગ ઓછી અને પુરવઠો વધુ હશે તો મોંઘવારી ઘટશે. 6% મોંઘવારી દરનો શું અર્થ છે? 1. ગયા વર્ષ સાથે સરખામણી થાય છે (વર્ષ-દર-વર્ષ) જ્યારે આપણે કહીએ છીએ કે ઑક્ટોબર 2026માં મોંઘવારી 6% છે, ત્યારે તેનો અર્થ એ છે કે આપણે તેની સરખામણી ઑક્ટોબર 2025 સાથે કરી રહ્યા છીએ. આ સંપૂર્ણ એક વર્ષનો ફેરફાર છે. 6% એક સરેરાશ આંકડો છે, જેને 'કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ' કહેવામાં આવે છે. તેમાં તમારા જીવનની સેંકડો વસ્તુઓ સામેલ છે: 2. ₹100ની વસ્તુ હવે ₹106ની થઈ ગઈ આનું ગણિત ખૂબ સીધું છે. જો ઑક્ટોબર 2025માં તમે રાશન જેવી કોઈ વસ્તુ ₹100માં ખરીદી હતી, તો એ જ વસ્તુ સપ્ટેમ્બર 2026માં ₹106ની થઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    LIVE: आजम खान को परेशान किया जा रहा, गरीब बच्चों के लिए यूनिवर्सिटी बनाना उनका कसूर है-शिवपाल
    Next Article
    'વશ 2' એક્ટ્રેસ મોનલે થાઈરોઈડ કેન્સરને માત આપી:સર્જરી બાદ શેર કર્યો અનુભવ, કહ્યું- 'બાદ મેં દેખતે હૈં' કહેવાનું બંધ કરો ને સ્વાસ્થ્ય પર ધ્યાન આપો'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment