Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના ત્રણ દિવસમાં ભરૂચમાં 404 ઈમરજન્સી કેસ નોંધાયા:નૂતન વર્ષના દિવસે કેસોમાં 45.56%નો વધારો; 108ની ટીમે સતત સેવા આપી

    3 days ago

    દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના ત્રણ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં કુલ 404 કેસ નોંધાયા. નૂતન વર્ષના દિવસે સૌથી વધુ 157 કેસ આવ્યા. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે કેસોમાં 45.56%નો વધારો થયો. 108ના આંકડા મુજબ, ભરૂચ જિલ્લામાં સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 108 ઈમરજન્સી કેસ નોંધાય છે. 8 નવેમ્બરે દિવાળીના દિવસે 136 કેસ નોંધાયા, જે સામાન્ય દિવસ કરતાં 26.09% વધુ હતા. આ કેસોમાં વાહન અકસ્માતના 36, પ્રસૂતિના 33 અને વાહન સિવાયના અકસ્માત તથા ઈજાના 19 કેસ હતા. 10 નવેમ્બરે નૂતન વર્ષના દિવસે 157 કેસ નોંધાયા. તેમાં વાહન અકસ્માતના 31, વાહન સિવાયના અકસ્માતના 27, પ્રસૂતિના 30, પેટમાં દુખાવાના 17 અને ઝેરી અસર તથા ફૂડ પોઈઝનિંગના 13 કેસ હતા. 11 નવેમ્બરે ભાઈબીજના દિવસે 111 કેસ નોંધાયા. તેમાં પ્રસૂતિના 27, વાહન અકસ્માતના 22, અજ્ઞાત સમસ્યાના 16 અને પેટમાં દુખાવાના 12 કેસ હતા. તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત અને અન્ય તબીબી કટોકટીના કેસોમાં વધારો થયો હતો. 108ના એમ્બ્યુલન્સ પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) કર્મચારીઓ ફરજ પર રહ્યા અને દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે કામ કર્યું. ભરૂચ જિલ્લા 108-112ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરેએ જણાવ્યું કે તહેવારો દરમિયાન ધારણા કરતાં વધુ ઈમરજન્સી કેસ આવ્યા. દિવાળીના સમગ્ર સમયગાળામાં કેસોમાં સરેરાશ 35થી 40%નો વધારો નોંધાયો હતો. 108ની ટીમે રજાઓ દરમિયાન પણ સેવા ચાલુ રાખી.
    Click here to Read More
    Previous Article
    દરિયાકિનારે પ્રાચીન મૂર્તિઓ જેવા અવશેષો મળતા કુતૂહલ ફેલાયું.:માંગરોળ નજીક મકતુપુરના દરિયાકિનારેથી નંદી અને કાચબા આકારના પ્રાચીન ખંડિત અવશેષો મળ્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ,
    Next Article
    'તુજે જહન્નમ મેં પહુંચા દેંગે' કહી છરી-ધારીયાથી હુમલો:ફતેવાડીમાં પૈસા આપવાની બાબતમાં બે સગા ભાઈ પર પાંચ શખ્સો તૂટી પડ્યા, હત્યાના પ્રયાસની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment