Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલકાપુરીમાં ન્યુ અજંતા ટેલર્સની બંધ દુકાનમાં ભીષણ આગ:સામાન બળીને ખાખ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

    8 hours ago

    વડોદરા શહેરમાં દિવાળીના પર્વની ઉજવણી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ બની હતી. જે સિલસિલો હજુ પણ યથાવત રહ્યો હતો. આજે શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં એક ટેલર્સની બંધ દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધુમાડા દેખાતા લોકોમાં અફરાતફરી ન્યુ અજંતા ટેલર્સ નામની દુકાન આજે બંધ હતી. તે દરમિયાન અચાનક દુકાનના શટરમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા આસપાસના વેપારીઓ અને રાહદારીઓનું ધ્યાન ગયું હતું. જોતજોતામાં ધુમાડાનું પ્રમાણ વધતા સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક આ બનાવ અંગે વડોદરા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડના લાશ્કરો જરૂરી સાધનો અને ફાયર ફાઈટર સાથે તાત્કાલિક અલકાપુરી ખાતે પહોંચી ગયા હતા. બંધ દુકાનના કારણે ધુમાડો ગાઢ દેખાયો દુકાન બંધ હોવાથી અંદરના ભાગે અત્યંત ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે અંદર પ્રવેશવું મુશ્કેલ બન્યું હતું. જો કે, ફાયર બ્રિગેડના જવાનોએ પોતાની સુરક્ષા માટે ઓક્સિજન માસ્ક પહેરીને દુકાનનું શટર ખોલ્યું હતું અને પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આગ આસપાસની અન્ય દુકાનોમાં પ્રસરતી અટકી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં દુકાનની અંદર થયેલા વીજ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, બનાવ સમયે દુકાન બંધ હોવાથી અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના પરિણામે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ, દુકાનની અંદર રાખવામાં આવેલા કપડાં, સિલાઈ મશીનો અને અન્ય કિંમતી સામાન આગની લપેટમાં આવી જવાથી બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે દુકાન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીએ અસારવા-ચિતોડગઢ મેમુમાં ભીડ વધી:હિંમતનગરથી એક મુસાફર સાયકલ સાથે ડુંગરપુર જવા ટ્રેનમાં બેઠો
    Next Article
    કાવડ સાથે પદયાત્રાએ નીકળેલો યુવાન મોરબી જિલ્લામાં પહોંચ્યો:618 દિવસમાં 5,300 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરી; હજુ 11 મહિના ચાલશે;સનાતન ધર્મના સંદેશનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment