Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ અસારવા-ચિતોડગઢ મેમુમાં ભીડ વધી:હિંમતનગરથી એક મુસાફર સાયકલ સાથે ડુંગરપુર જવા ટ્રેનમાં બેઠો

    8 hours ago

    દિવાળીના તહેવારને કારણે રાજસ્થાન ફરવા જતા મુસાફરો ખાનગી વાહન, બસ અને ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરી કરી રહ્યા છે. પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ગુરુવારે બપોરે અસારવાથી ચિતોડગઢ જતી મેમુ હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી. ટ્રેનમાં પરિવારો અને બાળકો સહિત ઘણા મુસાફરો હતા. હિંમતનગરથી પણ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં બેઠા હતા. ટ્રેનમાં સીટો ઉપરાંત ખાલી જગ્યાઓ પર પણ મુસાફરો બેઠા હતા. એક મુસાફર સાયકલ સાથે ટ્રેનમાં બેઠો હતો. મુસાફર હિંમતનગરના પ્લેટફોર્મ નંબર 1 પરથી સાયકલ લઈને ડુંગરપુર જવા નીકળ્યો. મુસાફરોએ તેને સાયકલ સાથે બેસવા સામે વાંધો લીધો નહોતો. ટ્રેન કે પ્લેટફોર્મ પર પણ કોઈએ તેને રોક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી હૈદરાબાદમાં ડિલિવરી બોય-કૅબ ડ્રાઇવરોને મળશે:તેલંગાણામાં 14 નવેમ્બરે ગિગ વર્કર્સ માટે કલ્યાણ બોર્ડ શરૂ થશે
    Next Article
    અલકાપુરીમાં ન્યુ અજંતા ટેલર્સની બંધ દુકાનમાં ભીષણ આગ:સામાન બળીને ખાખ, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment