Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડના મહિનામાં ફરી નકલી રોયલ સ્ટેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ:ભાવનગરમાં રેલવે કોલોનીના ક્વાર્ટરમાંથી દારૂની બોટલો, સ્ટીકરો જપ્ત; 14 મોત બાદ પણ બુટલેગરો ના સુધર્યા

    12 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડને હજુ મહિનો પણ થયો નથી ત્યાં હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી નકલી રોયલ સ્ટેગ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બોરતળાવ પોલીસે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા અને તેમના પગારદાર કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને ઝડપી લીધા હતા. સાથે જ ફેક્ટરીમાંથી નકલી દારૂ ભરેલી રોયલ સ્ટેગની 17 બોટલ, સ્ટીકરો, કેમિકલના કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. આ પણ વાંચો: પહેલાં પેગમાં જ સંજયને અજુગતુ લાગતા બુટલેગરને ફોન કર્યો હતો ઝડપાયેલા આરોપી ફરાર આરોપી કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, કેરબામાં રહેલું કેમિકલ તેમણે ઢોળી નાખ્યું હતું. એટલું જ નહીં અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક બંને ભાગીદારીમાં દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા અને જીતેન્દ્ર ખાવડીયા પગારદાર તરીકે રખાયેલો માણસ હોવાનું ખુલ્યું છે. આ પણ વાંચો: શું નકલી દારૂનું ઝેર ઉતારવા ઇથેનોલનો ઉપયોગ થાય છે? ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હાલ બોરતળાવ પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને બજારમાં કેટલો માલ વેચાયો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો: નકલી રોયલ સ્ટેગની બોટલ સંતાડી રાખી, બબાલ થતા મિત્રને પીવડાવી આ પણ વાંચો: ભાવનગર લઠ્ઠાકાંડમાં 4 પોલીસકર્મી સસ્પેન્ડ
    Click here to Read More
    Previous Article
    The Hindu apologises after full-page ad for rape convict Gurmeet Ram Rahim
    Next Article
    વલસાડમાં વરસાદી છાંટા વચ્ચે 14 મંડળો દ્વારા શ્રીજીનું ધામધૂમથી આગમન:આઝાદ ચોકમાં મહેરામણ ઉમટ્યું; ડીજે અને નાસિક ઢોલના તાલે ઝૂમ્યા ગણેશભક્તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment