Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું સુરતમાં પ્રથમ સ્નેહમિલન યોજાયું:રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જનક તલાવિયા ઉપસ્થિત રહ્યા

    1 week ago

    સુરતમાં સમસ્ત ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન યોજાયું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને લાઠીના ધારાસભ્ય જનક તલાવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ખાખરા હડમતિયા ગામના ગૌરવ એવા નડિયાદ LCBના PI કેવલ વેકરિયા અને સરોલી-સુરતના PI સંદીપભાઈ વેકરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમાજના તમામ પરિવારજનોની નોંધપાત્ર હાજરીએ આ પ્રથમ સ્નેહમિલનને સફળ બનાવ્યું. કાર્યક્રમ દરમિયાન ભવેશભાઈ રાફળિયાએ સમાજની એકતા, સરદાર સાહેબના આદર્શો તથા યુવાનોને સાયબર ફ્રોડ અને વ્યસનથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન માટે પ્રમુખ દીપકભાઈ વેકરિયા અને ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ આસોદરિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે, તમામ મહાનુભાવો, આગેવાનો અને ઉપસ્થિત સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ આસોદરિયા અને ગોરધનભાઈ સતાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 14 વર્ષીય તરુણીનું હાર્ટ એટેકથી નિધન:રાજકોટમાં મામાના ઘરે રમતી વખતે ઢળી પડી, સારવાર દરમિયાન મૃત્યુ
    Next Article
    સાબરકાંઠામાં વેકેશન પૂર્ણ, શૈક્ષણિક કાર્ય શરૂ:હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment